તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે બજારમાં ઉપલબ્ધ રેડીમેડ બેબી ફુડમાં પોષક તત્વો ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. જેનાથી બાળકના વિકાસને અસર થાય છે. અલબત બેબી ફુડ બનાવતી મહાકાય કંપનીઓ બાળકોના વિકાસ સાથે સંબંધિત તમામ બાબતોમાં ધ્યાન આપે છે. પરંતુ બાળકોને જેટલા પ્રમાણમાં માઇક્રો પોષક તત્વોની જરૂર હોય છે તેટલા પ્રમાણમાં પોષક તત્વો હોતા નથી.
જેથી માઈક્રો ન્યુટ્રીશનના મામલામાં બેબી ફુડ સંપૂર્ણ ધારાધોરણ પાળી શકતા નથી. રેડીમેડ બેબી ફુડમાં માઈક્રો ન્યુટ્રીશનનું પ્રમાણ નિષ્ણાંત તબીબો અને સંશોધકો દ્વારા જે ભલામણ કરવામાં આવી છે તેના કરતા ઓછું હોય છે. દરરોજ બાળકને કેટલા પ્રમાણમાં પોષક તત્વોની જરૂર છે તેના કરતા પાંચમાં ભાગના પોષક તત્વો આમા ઓછા હોય છે. કેલ્સિયમ, મેગ્નેશિયમ, ઝીંક, આર્યન અને અન્ય ખીનજ તત્વો જેટલા પ્રમાણમાં બાળકને દરરોજ જરૂર હોય છે તેના કરતા રેડીમેડ બેબી ફુડમાં તત્વો ઓછા હોય છે. સંશોધકોએ આ તારણ ઉપર પહોંચતી વેળા ઘણી બાબતોને ધ્યાનમાં લીધી હતી.
ઘણા સેમ્પલો પણ લીધા હતા. અગ્રણી સુપર માર્કેટ અને કંપનીઓના પોષક તત્વોને ધ્યાનમાં લીધા હતા. આ પોષક તત્વોને ધ્યાનમાં લીધા બાદ તેમા ચકસણી કરાઈ હતી. યુનિવર્સિટી ઓફ ગ્રીનવીચ સ્કૂલ ઓફ સાઈન્સ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે વન મીટ જાર અથવા એક વેજીટેબલ જાર ફેર્મ્યુલા દૂધના પ્રમાણમાં આપવામાં આવે તો તેમાં પૂરતા પ્રમાણમાં કેલ્સિયમ, મેગ્નેશિયમ, કોપર નથી. સરેરાશ દરરોજ જેટલા પ્રમાણમાં ઉપયોગની ભલામણ કરાઈ છે તેના કરતા ૨૦ ટકા ઓછું પ્રમાણ હોય છે. સંશોધનનું નેતૃત્વ કરનાર ગ્રીનવીચના ફુડ સાઈન્સ અને ન્યુટ્રીશન સ્પેશિયાલિસ્ટ નજાનીને કહ્યું છે કે આ દેખીતી બાબત છે કે બજારમાં આજે કંપનીઓ વચ્ચે બેબી ફુડના મામલામાં સ્પર્ધા ચાલી રહી છે.