અભિનેતા હેમંત ખેર નું સફળતા પૂર્વક સ્કેમ 1992 વેબ સીરીઝ બાદ OTT પર ફરી વાર આગમન, ઓહો ગુજરાતી પર ‘આઝાદ’ જે નવમી સપ્ટેમ્બર થી રજૂ થાય છે.

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

‘આઝાદ’ એક મહત્વાકાંક્ષી ઇન્વેસ્ટિગેટિવ કોપ, રણજીતની વાર્તા છે, જે પેટ-હોસ્ટેલની માલિક, રક્ષા પટેલની હત્યાના ઉકેલનો હેતુ શોધે છે. શું તેની તપાસની ક્ષમતા રણજિતને હત્યાનો ઉકેલ લાવવામાં મદદ કરશે, અથવા તે ગૂંચવણભર્યા રહસ્યમાં ફસાઈ જશે?

આ સિરીઝનું નિર્દેશન કેવલ મિસ્ત્રીએ કર્યું છે. તેમાં હેમંત ખેર, વિશાલ શાહ, પ્રેમ ગઢવી, પિંકી પરીખ, નિકિતા શર્મા અને જય ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.

‘સ્કેમ 1992’ થી ખુબ લોકપ્રિયતા મેળવ્યા પછી અભિનેતા હેમંત ખેર તેની નવી સિરીઝ આઝાદ વિશે પોતાનો અનુભવ શેર કરે છે. “હું ખૂબ જ ઉત્સાહિત અને ભાવુક છું. એવું લાગે છે કે ગુજરાતે મારું લાંબા સમયનું સપનું પૂરું કર્યું છે. મને આ ભૂમિકામાં કાસ્ટ કરવા બદલ હું હંમેશા ઓહો ગુજરાતીનો આભારી રહીશ. હું છેલ્લા 20 વર્ષથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું અને ત્યારથી મારી અટક ઉત્તર ભારતીય જેવી લાગે છે એક ગુજરાતી તરીકેની મારી ઓળખ માટે મારે બહુ પ્રયત્નો કરવા પડ્યા. લોકો મને બિન-ગુજરાતી તરીકે ઓળખે છે પણ, હું 100% ગુજરાતી છું, સુરત જિલ્લાના કોસંબાનો રહેવાસી છું. એટલે હું સુરતી, ગુજરાતી છું. અને તેથી જ મારા લોકોને અને મારી માતૃભાષાને સમર્પણના ભાગ રૂપે મેં આઝાદમાં મારા પાત્ર માટે સુરતી ઉચ્ચારનો ઉપયોગ કર્યો છે.”

Cast and Crew:

Director:                              Kewal Mistry

Actors:                                  Hemant Kher, Vishal Shah, Prem Gadhavi, Pinky Parikh, Nikita Sharma       

                                           and Jay Bhatt

Producers:                          Nayak Jain, Abhishek Jain, Amit Desai, and Suryadeep Basiya

Story and Screenplay:     Druma Mehta

Dialogue:                             Keyu Shah

DOP:                                      Dhrupad Shukla

Editor:                                   Prayagraj Choksy

ઓહો ગુજરાતી એ ગુજરાતનું પોતાનું પ્રીમિયમ ગુજરાતી કન્ટેન્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. જેને એક વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને વિવિધ શૈલીઓમાં તેના મૂળ કન્ટેન્ટ સાથે સતત મનોરંજન કરે છે.

Share This Article