અમદાવાદ: વીઇ કમર્શિયલ વ્હીકલ્સ લિમિટેડના બિઝનેસ યુનિટ આયશર ટ્રક્સ એન્ડ બસએ ગુજરાતમાં તેની ઉપસ્થિતિનું વિસ્તરણ કરતાં સિટી સેન્ટરથી માત્ર 20…
મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એટલે સ્નાયુના કાર્યમાં નબળાઈ. મસ્ક્યુલર ડિસ્ટ્રોફીએ એક આનુવંશિક રોગ છે જે પ્રગતિશીલ સ્નાયુઓને નુકસાન અને સ્નાયુ સમૂહની ખોટ…
અમદાવાદની હોળી આ વખતે કંઈક ખાસ બની રહેશે. કેમ કે, ફરી એકવાર બાલાજી ઈવેન્ટ હોળી રમવાના શોખિનો માટે જીમ લોન્જ,…
મુંબઈ: વિયેતનામની અગ્રણી નવા યુગની વિમાન કંપની વિયેતજેટ દ્વારા સિડનીની સુંદર પોર્ટ સિટી સાથે હનોઈના રાજધાની શહેરને જોડતા નવા ડાયરેક્ટ…
હોળીનો તહેવાર આવે ત્યારે ગુજરાતીઓમાં તેમજ દેશના દરેક નાગરીકોમાં અનોખો ઉત્સાહ જોવા મળતો હોય છે. તેમાં પણ આજના નવ યુવાનોમાં…
ગુજરાત : કેપજેમિનીએ ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં તેની નવી ઓફિસના ઉદઘાટનની જાહેરાત કરી છે. આ સીમાચિહ્ન ભારતના…
પૂજ્ય મોરારી બાપૂને નજીકથી સાંભળવાનો મોકો ફરી એકવાર શ્રોતાઓને અમદાવાદના આંગણે પ્રાપ્ત થયો હતો. ઠાકોરભાઈ દેસાઈ હૉલ, લૉ ગાર્ડન ખાતે…
અમદાવાદ:ઉમદા કાર્યકર મિત્તલબેન પટેલના પુસ્તક "સરનામાં વગરના માનવીઓ" પર આધારિત ગુજરાતી ફિલ્મ "ભારત મારો દેશ છે" ને તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ "ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2021" માં 6 એવોર્ડ્સ મળ્યા છે. મિત્તલબેન હંમેશાથી વિચરતી વિમુક્ત જાતિ માટે કાર્યો કરતાં આવ્યાં છે. આ જાતિના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરતા રહે છે, તેમની પાસે એ પણ પૂરાવો હોતો નથી કે તેઓ ભારતીય છે. મિત્તલબેને આ જાતિના લોકોની વ્યથાઓ અને કથાઓ પોતાના પુસ્તકમાં રજૂ કરી છે અને આ સમગ્ર બાબત કવચ- કુંડળ મીડિયા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ "ભારત મારો દેશ છે" ફિલ્મમાં ખૂબ જ સુંદર રીતે કંડારવામાં આવી છે. આ સુંદર વિષય- વસ્તુને લોકો સુધી પહોંચાડવાનું કામ યુવા નિર્માતા ક્રિષ્ના શાહે કર્યું છે. ક્રિષ્ના શાહ સાથે તેમના પિતા સંજય શાહ "જેકી" એ પણ આ ફિલ્મને યોગ્ય ન્યાય આપવા માટે ઘણું કાર્ય કર્યું છે. ઉપરાંત લેખન કાર્ય અને ફિલ્મનું દિર્ગદર્શન ભાવિન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં હિતુ કનોડિયા, ડેનિશા ઘુમરા, કૌશાંબી ભટ્ટ, મનિષા ત્રિવેદી, પ્રશાંત બારોટ, રાજુ બારોટ વગેરે જેવા પ્રતિભાશાળી કલાકારોએ પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે. ફિલ્મના દરેક કલાકારોએ પોતાના પાત્રને અદ્દભૂત ન્યાય આપીને સમગ્ર ફિલ્મને ખૂબ જ જીવંત બનાવી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ લોકડાઉન સમયે બનાવવામાં આવી હતી અને ટૂંક સમયમાં જ OTT પ્લેટફોર્મ પર રજૂ થશે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2021માં આ ફિલ્મ મહિલા સશક્તિકરણ અંગેની શ્રેષ્ઠ ફિલ્મ બની. આ માટે બેસ્ટ ફિલ્મ પ્રોડ્યુસરનો એવોર્ડ ક્રિષ્ના શાહને તથા ડિરેક્ટર ભાવિન ત્રિવેદીને શ્રેષ્ઠ દિર્ગ્દર્શક તથા મહિલા સશક્તિકરણ અંગેના શ્રેષ્ઠ ફિલ્મ દિર્ગ્દર્શક એમ 2 એવોર્ડ પ્રાપ્ત થયા. ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર ડેનિશા ઘુમરાને પણ મહિલા સશક્તિકરણ અંગેની ફિલ્મની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો તથા સહાયક અભિનેત્રી તરીકે મનીષા ત્રિવેદીને રાજ્ય સરકાર તરફથી એવોર્ડ મળેલ છે. ઉપરાંત શ્રેષ્ઠ ડ્રેસ ડિઝાઈનર તરીકે કોસ્ચ્યુમ ડિઝાઈનર પૌરવી જોશીને એવોર્ડ એનાયત કરાયો હતો. ફિલ્મના પ્રોડ્યુસર ક્રિષ્ના શાહે જણાવ્યું હતું કે,"સારી ફિલ્મ ક્યારેય સારી ટીમ વગર શક્ય નથી. તેથી ફિલ્મના પરદા પરના અને પરદા પાછળના એમ દરેક કલાકાર- કસબીઓ ખૂબ અગત્યના હોય છે. અમે અમારી ફિલ્મમાં વિચરતા સમુદાયના લોકોના જીવનની વાતને ખૂબ જ સુંદર રીતે રજૂ કરી છે. આ ફિલ્મનો વિષય જ તેનું અત્યંત મહત્વનું પાસું છે. આ પ્રકારની સંવેદનશીલ વિષય વસ્તુને લોકો સુધી પહોંચાડવી અત્યંત જરૂરી છે કે જેનાથી આપણા દેશના આ અભિન્ન સમુદાયના લોકોને વાચા મળે. અમે આ ફિલ્મ બનાવીને એક ભારતીય તરીકે ગર્વ અનુભવીએ છીએ." મિત્તલબેન પટેલે અનુભવેલા પ્રસંગો અને ઘટનાઓ તેમણે પોતાના પુસ્તકમાં રજૂ કરી છે અને આ આજ ઘટનાઓ ફિલ્મમાં નાટ્યાત્મક સંવેદનશીલ રીતે રજૂ કરાયા છે. ભારતીય સમુદાયમાં આ એક એવો સમુદાય છે કે પોતાનો ભારતીય હોવાનું અસ્તિત્વ માંગી રહ્યો છે અને ઘણાં વર્ષોથી રઝળપાટ કરી રહ્યો છે. અભણ અને પછાત દશામાં લાચાર રીતે જીવન જીવી રહ્યો છે. આ સમુદાયને મદદ કરવાનો સંદેશ આપતી ફિલ્મ એટલે "ભારત મારો દેશ છે."ફિલ્મ જે સમુદાય પર આધારિત છે તેમની મોટા ભાગની વસ્તી ગુજરાતમાં ઇડરમાં વસે છે તેથી આ ફિલ્મનું શૂટિંગ ઇડર ખાતે લાઈવ લોકેશનમાં જ કરવામાં આવ્યું છે, જેના માટે ત્યાંના ધારાસભ્ય અને કથાના નાયક હિતુભાઈ કનોડિયાએ ખૂબ મદદ કરી.વિચરિત સમુદાયના કચડાયેલા, અશિક્ષિત, બેરોજગાર, રઝળપાટ કરતાં માનવીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવી મદદ કરવાનો અને તે લોકો સમાજમાં સ્વમાનભેર ઊભા રહે તે માટે મદદ કરવાનો સંદેશ શહેરોમા રહેતાં શિક્ષિત લોકો સુધી પહોંચે તે આ ફિલ્મ થકી એક પ્રયાસ છે.
નવી દિલ્હી :રિયલમી, ભારતમાં સૌથી વિશ્વસનીય સ્માર્ટફોન સેવા પ્રદાતાએ, રિયલમી લાઇન-અપ દ્વારા તેમના સુપર સફળ નાર્ઝોમાં સૌથી નવા ઉમેરાનું અનાવરણ…
નેશનલ:મુંબઈગરા 7-25 માર્ચ, 2024 વચ્ચે લોઅર પરેલના ફિનિક્સ પેલેડિયમ મોલ ખાતે ઈન્સ્ટાગ્રામેબલ 3ડી ક્રિયેટિવ ઈન્સ્ટોલેશન થકી પોતાના શહેરમાં સિંગાપોરને સાકાર…

Sign in to your account