રાજકોટઃ પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા ગુજરાત મોટર વાહનનિયમ-૧૯૮૯ ૪૩ X મુજબ દ્વિચક્રી વાહનો માટે તા. ૧૦/૦૧/૨૦૧૮ના રોજ જી.જે.૦૩-કે.ડી (GJ–03–KD), જી.જે.૦૩-કે.ઇ (GJ–03–KE), જી.જે.૦૩-કે.એફ (GJ–03–KF), તથા મોટરકાર વાહનો માટે જી.જે.૦૩ કે.સી. (GJ–03–KC) ૧ થી ૯૯૯૯ સુધીના નંબરોની નવી સીરીઝ શરૂ કરવામાં આવશે. વાહનની હરાજી પારદર્શક, ઝડપી તથા કાર્યક્ષમ બનાવવા માટે ગોલ્ડન તથા સિલ્વર નંબરોની ઓનલાઇન હરાજી કરવાની થાય છે. આથી પસંદગીના નંબરો મેળવવા વાહન માલીકોએ ઓનલાઇન અરજી કરવી.
મોટરસાયકલમાં ગોલ્ડન નંબરો માટે ઓછામાં ઓછી રૂા.૫ હજાર અપસેટ કીંમત જયારે સિલ્વર નંબરો માટે ઓછામાં ઓછી અપસેટ કીંમત રૂા. ૨૦૦૦ છે. આજ રીતે મોટરકારમાં ગોલ્ડન નંબરો માટે ઓછામાં ઓછી રૂા. ૨૫ હજાર અપસેટ કીંમત જયારે સિલ્વર નંબરો માટે ઓછામાં ઓછી અપસેટ કીંમત રૂા.૧૦,૦૦૦ છે. ઓકશનમાં ભાગ લેવા માટે સેલ ઇન્વોઇસ તારીખ તથા વિમાની તારીખ બે માંથીજે વહેલું હોય તેના સાત દિવસમાં અરજી કરવાની રહેશે તથા CNAમાં અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ ઓકશનમાં ભાગ લઇ શકાશે.
ગોલ્ડન તથા સિલ્વર નંબરોની ઓનલાઇન અરજી તા.૧૦ જાન્યુઆરી થી તા.૧૨ જાન્યુઆરી ૨૦૧૮ સુધી કરી શકાશે. તા.૧૩મી જાન્યુઆરીના ૧૧ કલાક થી તા. ૧૫મી જાન્યુઆરીના સાંજના ૫-૦૦ કલાક સુધી બિડીંગ ચાલુ રહેશે તથા ૧૫મી જાન્યુઆરીના રોજ સાંજના ૫-૩૦ કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ કરેલ ઇ-ઓકશનનું પરીણામ નોટીસ બોર્ડ પર તથા પરીવહન સાઇટ પર જોઇ શકાશે.
પસંદગીના નંબરોની ફાળવણી બાબતે કોઇ વિવાદ હશે તેવા કિસ્સામાં વાહન વ્યવહાર અધિકારીશ્રીનો નિર્ણય આખરી ગણાશે. અરજીની ઓનલાઇન પ્રોસેસ હોવાને કારણે અરજીદાર ઓફર પ્રાઇઝમાં વખતોવખત વધારો કરી શકશે. જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજકોટ દ્વારા જણાવાયુ છે.