આલુ ચાટ પસંદ કરનાર લોકોની સંખ્યા ખુબ મોટી છે. આલુ ચાટનુ નામ આવતાની સાથે જ જ મોમાં પાણી આવી જાય છે. તેને સરળતાથી બનાવી શકાય છે. અલબત્ત તેમાં સાવધાની રાખવી જરૂરી છે. સામગ્રીમાં છાલ ઉતારેલા અને પાણીમાં પલાળેલા બે મોટા બટાકા , તળવા માટે તેલ, ચાર ચમચી કોથમીર અને ફુદીનાની ચટણી, ચાર ચમચી મીઠી ચટણી. એક ચમચી ચાટમસાલો, ભભરાવવા માટે સેવ અને સમારેલી કોથમીર જરૂરી છે.
રીતની વાત કરવામાં આવે તો ચિપ સ્લાઇસરથી કાચા બટાકની સ્લાઇસ બનાવીને અડધો કલાક ઠંડા પાણીમાં રાખો. ત્યારપછી એક કડાઇમાં તેલ ગરમ કરા. બટાકાની સ્લાઇસમાંથી પાણી નિતારીને અને તળવા મુકો, ત્રણેક મિનિટ સુધી કરકરી થાય ત્યાં સુધી તળવાની જરૂર હોય છે. ત્યારપછી ઝારાથી ચિપ્સને બહાર કાઢી તેલ શોષી લેતા કાગળ પર મુકવાની જરૂર હોય છે. ત્યારબાદ ચિપ્સને મિક્સિંગ બાઉલમાં મુકી તેમાં સરખી રીતે ચટણી ભભરાવી દેવામા આવે છે. પછી પ્લેટમાં સર્વ કરીને એના પર સેવ અને કોથમીર ભભરાવી દેવામાં આવે છે.
આવી રીતે સ્વાદિષ્ટ આલુ ચાટ તૈયાર થઇ જાય છે. જે તમામ લોકોને પસંદ પડી શકે છે. આલુ ચાટને બનાવવામાં નિષ્ણાંત લોકો કહે છે કે આલુ ચાટને પોતાની રીતે પોતાના સ્વાદ મુજબ પણ બનાવી શકાય છે.