ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ચીમનલાલ મંગળદાસ ગ્રંથાલય દ્વારા અમદાવાદના સ્થાપના દિન નિમિત્તે, શ્રી પ્રણવાનંદ વિદ્યામંદિર શાળાના વિધાર્થીઓને ‘વેલકમ ટૂ અમદાવાદ’ની ફિલ્મ બતાવવામાં આવી હતી.
ગ્રંથાલય મંત્રી પરીક્ષિત જોશીએ અમદાવાદ અને આ ફિલ્મ વિશે ભૂમિકા બાંધ્યાં પછી ફિલ્મ પહેલાં તથા ફિલ્મ પછી વિદ્યાર્થીઓને અમદાવાદ વિશે કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. સાચા ઉત્તરો આપનારા હિતેશ બારોટ, સુનિલ સોલંકી અને આશકા સોલંકી તથા ફિલ્મ જોયા પછી એ વિશે પ્રતિભાવ આપનારા આનંદી પટેલ અને મેહુલ પરમારને પુસ્તક ભેટ આપવામાં આવ્યા હતા.
શિક્ષક ગિરિશભાઈ શાહે આ કાર્યક્રમમાં શાળાને સામેલ કરવા બદલ પરિષદનો આભાર વ્યકત કર્યો. શાળાના ૬૦ વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો દિલિપભાઈ પટેલ, અમીતભાઈ મંડ્લી, ભૂમિકાબેન પંચાલ અને નિકિતાબેન સૂરવાડે પણ રસપૂર્વક ભાગ લીધો હતો. ગંગારામ વાઘેલાએ આભારવિધિ કરી હતી. દીપ્તીબેન શાહે વિદ્યાર્થીઓને ગ્રંથાલયની મુલાકાત અને પરિચય કરાવ્યો હતો. વિદ્યાર્થીઓ માટે ઠંડા પીણાની વ્યવસ્થા માટે ચંદ્રકાંન્ત ભાવસારે અને પ્રોજેકટર દ્વારા ફિલ્મ બતાવવા માટે સ્નેહલ ચૌધરીએ ભારે જહેમત ઉઠાવી હતી.