ગાંધીનગર : ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર અને ગ્રામ્યની વાત કરવામાં આવે તો આ વખતે અમદાવાદ ગ્રામ્યનું પરિણામ અમદાવાદ શહેર કરતા વધારે રહ્યું છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૫૫૯૬ નોંધાઈ હતી જ્યારે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૫૫૦૮ નોંધાઈ હતી. અમદાવાદ શહેરમાંથી એવન ગ્રેડમેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૨૨ અને એટુ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૩૦૬ નોંધાઈ હતી જ્યારે બીવન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૯૧૬ નોંધાઈ હતી.
સી૧માં અમદાવાદ શહેરમાં ૫૬૩૯ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૬૬૫૯ અને અમદાવાદ ગ્રામ્યમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૩૮૭૫ નોંધાઈ છે. અમદાવાદ ગ્રામ્યની વાત કરવામાં આવે તો ૧૬૯૬૪ વિદ્યાર્થી નોંધાયા હતા જે પૈકી ૧૬૯૧૯ વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ ગ્રામ્યમાં ૨૫ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ મેળવવામાં અને ૬૬૭ વિદ્યાર્થી એટુ ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા હતા. અમદાવાદ ગ્રામ્યમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૩૮૭૫ નોંધાઈ છે. આ વખતે અમદાવાદ ગ્રામ્યનું પરિણામ સૌથી વધારે નોંધાયું છે. ૨૦ ટકા પાસિંગ સ્ટાન્ડર્ડથી પાસ થનાર દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા ૭૬૭ રહી છે. આ વખતે ગેરરિતીના કેસ ૨૭૩૦ નોંધાયા હતા. પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પરિણામને લઇને અને હવે કોલેજમાં પ્રવેશને લઇને ચર્ચા રહી હતી. ખાનગી નિયમિત ઉમેદવારોનું પરિણામ ૨૭.૩૯ ટકા રહેલું છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ખાનગી પુનરાવર્તિત ઉમેદવાર તરીકે ૩૦૫૭૫ ઉમેદવાર નોંધાયા હતા જે પૈકી ૨૮૮૪૩ વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા તે પૈકી ૫૩૫૫ વિદ્યાર્થી પાસ થયા છે.
ખાનગી પુનરાવર્તિત ઉમેદવારનું પરિણામ ૧૮.૫૧ ટકા રહ્યું છે. આ વર્ષે ત્રીજીવાર ગુજરાત રાજ્યમાં આવેલી જુદી જુદી જેલમાં રહેલા બંદીવાનોની પરીક્ષા જેલની અંદર લેવામાં આવી હતી. અમદાવાદ શહેર અને ગ્રામ્યની સરખામણીમાં હમેશા કરવામાં આવે છે. દર વખતે શહેર અને ગ્રામ્યાની પરિણામની ટકાવારીની નોંધ લેવામાં આવે છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં બીટુ રહેલા વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો શહેરમાં બીટુ મેળવનાર વિદ્યાર્થી ૪૫૭૮ અને ગ્રામ્યમાં ૩૨૨૧ વિદ્યાર્થી નોંધાયા છે. સીવનમાં શહેરમાં ૫૬૩૯ અને ગ્રામ્ય ૪૨૫૩ વિદ્યાર્થી નોંધાયા છે. આ વખતે સામાન્ય પ્રવાહમાં કુલ વિદ્યાર્થીઓ નોંધાયેલા ૩૫૬૮૬૯ નોંધાયા હતા. જે પૈકી પરિણામ ૭૩.૨૭ ટકા રહ્યું છે. સવારથી જ પરિણામને લઇને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.