અમદાવાદ : રોગચાળાને કાબુમાં લેવા માટે તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા પગલાંની અસર ચોક્કસપણે થઈ રહી છે પરંતુ કેસો હજુ પણ નોંધાઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસોને રોકવા માટે તંત્ર દ્વારા વિવિધ પગલાં વચ્ચે કેસો નોંધાયા છે. ડિસેમ્બર મહિનામાં માત્ર આઠ દિવસના ગાળામાં સાદા મેલેરિયાના ૨૩, ઝેરી મેલેરિયાના ૧૩, ડેન્ગ્યુના ૧૪ અને ચિકનગુનિયાના ૩ કેસ સપાટી ઉપર આવ્યા છે.
બીજી બાજુ પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ઝાડા ઉલ્ટીના માત્ર આઠ દિવસના ગાળામાં ૧૭૭ કેસ અને કમળાના ૫૫ કેસ સપાટી ઉપર આવ્યા છે. ટાઈફોઈડના ૬૨કેસ નોંધાઈ ગયા છે. ચાલુ માસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા પગલાં લેવામાં આવ્યા છે. અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે.૨૦૧૮માં હજુ સુધીના ગાળામાં ઉલ્લેખનિય કામગીરી અદા કરવામાં આવી છે. કુલ ૨૦૦૪ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવી ચુક્યા છે જે પૈકી ૧૮૫ નમૂના અપ્રમાણિત જાહેર કરવામાં આવ્યા છે.
નવેમ્બર ૨૦૧૮માં ૯૫ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી. તેમાંથી ૪૬ નમૂના પ્રમાણિત જાહેર થયા છે. આઠમી ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં ૨૦ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આયા છે. પાણીના નમૂના લઈને તપાસ કરવામાં આવી છે. ૧૨૮૬ કિલોગ્રામ બિનખાદ્યપદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. મોટાપાયે ક્લોરિન ગોળીઓનું વિતરણ પણ કરવામાંઆવ્યું છે.