અમદાવાદમાં ક્લાઉડ9 ખાતે “ક્વિઝ કોમ્પિટિશન” યોજાઈ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વિવાન ગ્રુપ અને એડોર ગ્રુપના જોઈન્ટ વેન્ચર દ્વારા “ક્લાઉડ9” નામક સ્કીમ રજૂ કરવામાં આવી છે. 19, 600 સ્કવેર યાર્ડના વિસ્તારમાં ફેલાયેલ આ પ્રોજેક્ટમાં વિશાળ પાર્કિંગ સુવિધા અને ક્લબ સુવિધા પણ છે. ક્લાઉડ9 માટે ખાસ કરીને સિક્રેટ સુપરસ્ટાર ફેમ કુશલ ચોક્સી દ્વારા “આયો રે” સોન્ગ કમ્પોઝ કરવામાં આવ્યું છે, જેનાં લોન્ચ પ્રસંગે કુશલ ચોક્સી ઉપરાંત ગુજરાતી ફિલ્મ્સના સુપરસ્ટાર્સ યશ સોની તથા કિંજલ રાજપરિયા ઉપસ્થિત રહ્યાં હતાં. સ્ટાર્સની ઉપસ્થિતિમાં 200 જેટલાં વિઝિટર્સ માટે ખાસ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી 50 જેટલાં વિઝિટર્સને ઈનામ પણ એનાયત કરવામાં આવ્યાં હતા.

ક્લાઉડ 9 વિશે બોલતાં વિવાન ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર તેજસ જોશી તથા એડોર ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર વિકાસ શાહે જણાવ્યું કે, “આ બંને ગ્રુપ હાલ અમદાવાદના પ્રાઈમ લોકેશન્સમાં કાર્યરત છે. અમે હાલ ગુજરાતમાં અમારી કામગીરી કરી રહ્યાં છે અને લગભગ 10 ટકા જેટલાં એનઆરઆઈએ પણ આમાં ઈન્વેસ્ટ કરેલ છે. ઉપરાંત સિક્યોરિટીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે. ક્લાઉડ9 ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલના ગોલ્ડ રેટેડ સભ્ય પણ છે. અને 60%થી વધુ વિસ્તાર ગ્રીન બેલ્ટ માટે ફાળવવામાં આવ્યો છે. વરસાદના પાણી માટે ખાસ કરીને હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ રાખવામાં આવેલ છે. સૂકા અને ભીના કચરાં માટે ગાર્બેજ ફેસિલિટી પણ છે.”

ક્લાઉડ9ના “આયો રે” સોન્ગના લોન્ચિંગ માટે યોજાયેલ આ ઈવેન્ટમાં યશ સોની તથા કિંજલ રાજપરિયાએ વિઝિટર્સને ક્વિઝ રમાડીને તેમનાં ઉત્સાહમાં વધારો કર્યો હતો અને વિજેતાઓને ઈનામ પણ એનાયત કર્યાં હતા.

Share This Article