“અરિહા કો વાપસ લાના હૈ” જર્મનીમાં ફસાયેલી ગુજરાતની દીકરીને ભારત લાવવા જૈન સમાજે કલેક્ટરને પાઠવ્યું “સંવેદના પત્ર”

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

“અરિહા કો વાપસ લાના હૈ”… કલેકટરને આવેદનપત્ર (સંવેદના પત્ર) પાઠવવાનો સિલસિલો યથાવત

જમર્નીમાં ફસાયેલી 18 માસની ગુજરાતની દીકરીને ભારત લાવવા માટેની માંગ હવે ઉગ્ર બનતી જાય છે. આ દિશામાં “અરિહા કો વાપસ લાના હૈ” અભિયાન છેડાયું છે, જે અંતર્ગત ગુજરાતના વિવિધ શહેરોમાંથી કલેક્ટરને આવેદનપત્ર રૂપે સંવેદના પત્ર પાઠવવામાં આવી રહ્યા છે.

Ariha Ko Vapas Lana Hai 5

એક અઠવાડિયામાં જ સુરત, ભુજ, સુરેન્દ્રનગર, વેરાવળ અને અમદાવાદમાં પણ દીકરીના પરિવારજનો અને જૈન તેમજ વિવિધ સમાજના માનવતા પ્રેમીઓ બંધુઓએ અમદાવાદની કલેકટર કચેરીની બહાર પોસ્ટર સાથે અરિહા બચાવોના સૂત્રોચ્ચાર કર્યા હતા.

અમદાવાદના જૈન સમાજના લોકો દ્વારા એક વર્ષથી પીડાતી બાળકીની વેદનાને સંવેદના પત્ર રૂપે કલેકટરને સુપ્રત કરવામાં આવી હતી. આશ્ચર્યજનક રીતે, આ ઘટના દરમિયાન સંવેદના પત્ર આપવામાં આવેલા સામાજિક કાર્યકર્તાઓએ કલેકટર કચેરીમાં માતાજીની આરતી પણ ઉતારી હતી.

Ariha Ko Vapas Lana Hai 4

જર્મની સરકાર દ્વારા એક વર્ષથી ફોસ્ટર કેરમાં રાખવામાં આવેલી બાળકી અરિહાના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. જેને લઇ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સરકાર તરફથી કોઈ પગલાં નહીં લેવાતા સમગ્ર જૈન સમાજના મોટા ગુરૂભગવંતોમાં એક રોષની લાગણી ઉત્પન્ન થઈ રહી છે. જૈન સમાજની સાથે અન્ય સમાજના લોકો પણ આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે અને સોશિયલ મીડિયામાં ઉગ્ર રીતે સરકારને આ બાળકી જલ્દીથી ભારત પરત લાવવા માટે અપીલ કરી રહ્યા છે.

Share This Article