બ્રેસ્ટ કેન્સરની સારવારમાં અમેરિકી વૈજ્ઞાનિકોએ એક નવી સફળતા હાંસલ કરી લીધી છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ખરાબ રીતે ફેલાઇ ચુકેલા બ્રેસ્ટ કેન્સરને પણ ડ્રગ કોમ્બિનેશનની સાથે ડોક્સોરયુબિસીન અને સાઇક્લોફોસ્ફૈમાઇડ કિમોથેરાપી મારફતે રોગીને રાહત મળી શકે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેન્સાસ કેન્સર સેન્ટરના તબીબ ડોક્ટર પ્રિયંકા શર્મા અને તેમની ટીમ દ્વારા ૨૦ વર્ષ જુના ટ્યુમર પર આ ખાસ શોધ કર્યા બાદ તેના તારણ જારી કર્યા છે. જેમાં જાણવા મળ્યુ છે કે જુના ટિશ્યુમાં આ દવા વધારે સારી રીતે કામ કરે છે. ૨૫ ટકા વધારે ખતરનાક ટ્યુમરને પણ અથવા તો બ્રેસ્ટ કેન્સરને પણ આના કારણે ઠીક કરી શકાય છે.
શોધમાં જાણવા મળ્યુ છે કે ૬૭ ટકા ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરથી ગ્રસ્ત દર્દી પણ આના કારણે રિકવર થઇ શકે છે. આ રિસર્ચ ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત ઓનોલ્સ ઓફ ઓન્કોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. એગ્રેસિવ બ્રેસ્ટ કેન્સરની સારવાર પણ શક્ય છે તે બાબત હવે સાબિત થતા તમામ દર્દીઓને મોટી રાહત થઇ શકે છે. જુદા જુદા કારણોસર બ્રેસ્ટ કેન્સર થઇ શકે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ગર્ભિનરોધક ગોળીઓથી મહિલાઓને સ્તન અને ગર્ભાશય સાથે સંબંધિત કેન્સર થવાનો ખતરો વધી જાય છે. ઓસ્ટ્રેલિયાની નેશનલ યુનિવર્સિટી (એએમયુ) દ્વારા તાજેતરમાં જ જારી કરવામાં આવેલા એક આંકડામાં જણાવવામાં આવ્યું છે કે ઇન્જેક્શન મારફતે આપવામાં આવતી દવા અને ગર્ભિનરોધક ગોળીઓ પર જાહાનીસબર્ગ સ્થિત નેશનલ હેલ્થ લેબોરેટરી સર્વિસના માર્ગારેટ અર્બન અને એએનયુના એમીલી બેંક્સના નેતૃત્વમાં નિષ્ણાંતોની એક ટીમે અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરી હતી. અભ્યાસ બાદ જાણવા મળ્યું કે ગર્ભિનરોધક દવાઓથી મહિલાઓમાં સ્તન કેન્સરનો ખતરો વધારે રહે છે. બેંક્સના જણાવ્યા મુજબ અભ્યાસના પૂર્વ તારણોના આધાર પર ઘણી બાબતો સપાટી ઉપર આવી છે. આમા જાણવા મળ્યું છે કે ગર્ભિનરોધક ગોળીઓ લેનાર મહિલાઓને કેન્સરનો અસ્થાઈ ખતરો રહે છે. તેમને એમ પણ કહ્યું છે કે અભ્યાસના જુદા જુદા તારણોને પણ આમા ધ્યાનમાં લેવામાં આવ્યા છે.
આમા જાણવા મળ્યું છે કે ઇન્જેક્શન મારફતે આપવામાં આવતા હારમોન આધારિત ગર્ભિનરોધક પણ આવી જ રીતે કેન્સરનો ખતરો વધારે છે જેવી રીતે ખતરો ગર્ભિનરોધક દવાઓથી થાય છે. હકીકતમાં સમયની સાથે સાથે બદલાવની જરૂર ઊભી થઈ છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ક્યારેય પણ આ પ્રકારની દવાઓનો ઉપયોગ નહીં કરનાર મહિલાઓની સરખામણીમાં ઇંજેક્શન અથવા તો ગર્ભિનરોધક દવાઓ લેનાર મહિલાઓમાં સ્તન કેન્સરના ખતરાની સંભાવના ૧.૭ ગણી વધી જાય છે. જ્યારે ગર્ભાશય સાથે સંબંધિત કેન્સરની શક્યતા ૧.૪ ગણી વધી જાય છે.બીજી બાજુ વૈજ્ઞાનિકોએ એક એવું સાધન વિક્સાવવામાં સફળતા મેળવી છે જે સ્તન કેન્સરના ટેસ્ટને પીડા વગર બનાવી દેશે. વૈજ્ઞાનિકોએ આના માટે Âક્લનિકલ ટેસ્ટની મંજૂરી પણ મેળવી લીધી છે. આવનાર સમયમાં સ્તન કેન્સરથી ગ્રસ્ત મહિલાઓને મોટી રાહત મળી શકે છે. પરંપરાગત મેમોગ્રામની સરખામણીમાં આ થર્મલ સ્કેન ટેસ્ટની પ્રક્રિયા વધુ અતિઆધુનિક છે. આમા ખર્ચો પણ ઓછો છે. સૌથી મોટી ચીજ એ છે કે સ્તન કેન્સર ટેસ્ટ પીડા મુક્ત રહેશે. ઉપરાંત આની અન્ય એક વિશેષતા એ છે કે તે રેડિએશન ફ્રી રહેશે. સાથે સાથે ઓછા ખરચાળ તરીકે પણ સાબિત થશે. મેમોગ્રામની પ્રક્રિયા પીડાજનક હોવાની ઘણા લોકો વાત કરી ચુક્યા છે. આ ઉપરાંત એકસરેના કારણે રેડિએશનનો ખતરો રહે છે. મેમોગ્રામનો ખર્ચ ૧૨૦૦ અને ૨૦ હજાર વચ્ચેની આસપાસ છે. જ્યારે થર્મલ સ્કેનનો ખર્ચ માત્ર ૫૦૦ રૂપિયા છે.
ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા આને મંજુરી આપી દેવામાં આવી છે. દેશભરમાં છ કેન્સર હોસ્પિટલમાં ૧૮ હજાર મહિલાઓને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં આના પરિણામ ખૂબ સારા મળ્યા છે. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (મદ્રાસ)માં વૈજ્ઞાનિકો અને વિજય હેલ્થ સેન્ટરના રેડિયોલોજીસ્ટ દ્વારા કરવામાં આવેલા આ સાધનમાં ઘણી સુવિધાઓ રહેલી છે. થર્મલ એનર્જીની બોલબાલાની વાત થઈ રહી છે. મેમોગ્રાફીમાં કેટલીક અડચણ રહેલી છે. આના કારણે દુખાવો પણ થાય છે. મળેલી માહિતી મુજબ રેડિએશનની અસર પણ નવા સાધનમાં રહેલી નથી. દરમિયાન દરેક વખતે રેડિઓલોજીસ્ટ સંદીપ જેયપુરકર કેન્સરને વહેલીતકે શોધી કાઢવા માટે વાર્ષિક સ્તન સ્ક્રીનિંગ કરાવવા મહિલાઓને અનુરોધ કરે છે. તેમનું કહેવું છે કે વહેલીતકે લક્ષણ દેખાઈ આવાની સ્થિતિમાં સારવાર સરળ રહે છે. મહિલાઓનું કહેવું છે કે મેમોગ્રાફી એક ખાસ પ્રકારની એક્સરે સ્ક્રિનિંગ છે. જેમાં સ્તનની એક્સરે સ્ક્રિનિંગ કરવામાં આવે છે. આ ખૂબ જ પિડાદાયક હોય છે. સ્ક્રિનિંગને અસરકારક, સસ્તી અને પીડામુક્ત બનાવવા માટે એક સાધન વિકસાવવા ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાં વૈજ્ઞાનિકોએ શોધ હાથ ધરી હતી.