કેટલાક લોકોને તબીબોના કહેવાથી નીંદની ગોળીઓનો સહારો લેવાની ફરજ પડે છે પરંતુ કેટલાક લોકો કોઇને કોઇ બહાનાથી નીંગની ગોળીઓ લેવાની ટેવ પાડી દે છે. આ વાસ્તવિકતા છે કે કેટલાક સમય માટે નીંદની ગોળીઓ સકુન આપે છે અને આરામનો અનુભવ કરાવે છે. પરંતુ નીંદની ગોળીઓની ટેવ પાડી દેવાની બાબત સૌથી ખતરનાક છે. અનેક બિમારીને આના કારણે આમંત્રણ મળે છે. કેટલાક કઠોર પગલા જુદા જુદા સ્તર પર અને તબીબોના સ્તર પર લેવામાં આવ્યા હોવા છતાં તેની ટેવ પાડવી ઘાતક સાબિત થઇ શકે છે. હાલના સમયમાં નીંદની ગોળીઓનુ વેચાણ સતત વધી રહ્યુ છે.
નીંદની ગોળીઓ ખાવાથી અનેક પ્રકારની ગંભીર બિમારી હોઇ શકે છે. જાણકાર તબીબો કહે છે કે સગર્ભા મહિલાઓને નીંદની ગોળી લેવાથી નુકસાન થાય છે. આના કારણે બેચેની તો વધી જાય છે. ગર્ભસ્થ શિશુ ગંભીર વિકૃતિનો શિકાર થઇ શકે છે. પ્રેગ્નેન્સીના ગાળા દરમિયાન નીંદ ન આવવાની તકલીફ હોય તો માત્ર તબીબોની સલાહ પર જ આ પ્રકારની દવા લેવાની શરૂઆત કરવી જાઇએ. તબીબોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો નીંદની ગોળી વધારે ખાવાની સ્થિતીમાં હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે. વૈજ્ઞાનિકો માને છે કે નીંદની દવામાં રહેલા જાપિડેમ તત્વના કારણે હાર્ટની બિમારી થઇ શકે ચે. નિયમિત લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરીને નીંદની ગોળીઓથી બચી શકાય છે. જે લોકો દરરોજ એક ગોળી ખાવાના બદલે તેના કરતા વધારે નીંદની ગોળીઓ લે છે તેના કારણે કોમામાં જવાનો ખતરો પણ વધી જાય છે. પીઠમાં દુખાવા અને અસ્થમાની તકલીફ ધરાવતા લોકોએ વધારે દવા લેવાની સ્થિતીમાં નુકસાન થાય છે. આ પ્રકારની ગોળીઓમા ઉપયોગથી બ્લડ પ્રેશર, માથાના દુખાવા અને સ્નાયુ સંબંધી રોગ પણ થઇ શકે છે.
લાંબા સમય સુધી નીંદની ગોળીઓના ઉપયોગ કરવાથી યાદશક્તિને નુકસાન થાય છે. નીંદની ગોળીઓ નર્વસ સિસ્ટમને કમજાર કરી નાંખે છે. આના કારણે નર્વસ સિસ્ટમ સંબંધી બિમારી થવાનો ખતરો વધી જાય છે. હાર્ડ ડોઝમાં દવા લેવાથી ભુખ ઘટી જાય છે. દરરોજ નીંદની ગોળીઓ લેવાથી આલસ આવતા રહે છે. સામાન્ય રીતે જે લોકો સ્થુળતાથી ગ્રસ્ત છે તેમને ભુલથી પણ નીંદની ગોળીઓ લેવી જાઇએ નહીં. નીંદની ગોળીઓ લેવાની સ્થિતીમાં ખતરો દરેક બિમારીનો વધી જાય છે.નીંદની ગોળીઓ ખુબ ઘાતક છે. પુરતા પ્રમાણમાં ઉંઘ અનેક બિમારીને ટાળે છે.તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ઉંઘની દવાઓથી રાત્રી દરમિયાન ખૂબ સારી ઉંઘ આવે છે પરંતુ આ દવાઓ વહેલી તકે મોત અને કેન્સરના ખતરાને સતત વધારે છે. જરનલ બીએમજે ઓપનમાં પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલમાં આ મુજબનો ધડાકો કરવામાં આવ્યો છે. અભ્યાસ માટે સંશોધકોએ ૧૦૫૨૯ લોકોના મેડીકલ રેકોર્ડમાં ચકાસણી કરી હતી. તબીબોની મંજુરીથી આ પ્રકારની દવાઓ લઇ રહેલા લોકો ઉપર નજર રાખવામાં આવી હતી. આ ઉંપરાત ૨૩૬૭૬ એવા લોકોના ઇતિહાસમાં પણ ચકાસણી કરવામાં આવી હતી
જે રાત્રે ઉંઘી જવા માટે આ પ્રકારની દવાઓનું ઉપયોગ કરતા નથી. અભ્યાસ બાદ જાણવા મળ્યું છે કે ઉંઘની દવાઓથી ચોક્કસપણે સારી ઉંઘ આવે છે. પરંતુ કેન્સર અને વહેલી તકે મોતના ખતરાને પણ આ દવાઓ આમંત્રણ આપે છે. ઝોલપીડેમ, ટેમાઝેપમ સહિતની તમામ ઉંઘની દવાઓમાં અભ્યાસ કર્યા બાદ આ પ્રકારના તારણો આપવામાં આવ્યા છે. બે અઢી વર્ષ સુધી સતત આ પ્રકારની દવાઓ લીધા બાદ ઉંઘની દવાઓ લેનાર લોકોમાં મોતનો દર ૬.૧ ટકા રહ્યો હતો. જ્યારે આ પ્રકારની દવાઓ નહીં લેનાર લોકોમાં મોતનો દર ૧.૨ ટકા નોંધાયો હતો. અભ્યાસના તારણોને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કારણ કે આધુનિક સમયમાં વ્યસ્થ લાઇફમાં લોકો પૂરતી ઉંઘ મેળવી શકતા નથી. આવી સ્થિતિમાં મજબૂત ઉંઘ માટે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. દવાઓની માઠી અસર રહેલી છે. આમા જણાવવામાં આવ્યું છે કે દવાઓ વધુ પ્રમાણમાં લેનાર લોકોમાં મોતનો ખતરો ૩.૬ ગણો વધુ છે.
જ્યારે એક વર્ષમાં ૧૮ અને ૧૩૨ ડોઝ લેનારમાં મોતનો દર ૪.૪૩ ગણો છે. એક વર્ષમાં ૧૩૨ ડોઝ લેનારમાં મોતનો દર ૫.૩૨ ગણો છે. જ્યારે ઉંચા ડોઝ લેનારાઓમાં મોતનો ગણ ૩૫ ગણો વધી જાય છે