એગ્રિકલ્ચર સેન્સસ મુજબ રાજયમાં ૨.૨૪ લાખ ખેડૂત ખાતેદારોનો વધારો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

એગ્રિકલ્ચર સેન્સસ વર્ષ:૨૦૧૦-૧૧ મુજબ રાજયમાં ખેડૂત ખાતેદારોની સંખ્યામાં કુલ ૨,૨૪,૫૯૬ વધારો નોંધાયો છે. જે મુજબ હાલ રાજયમાં કુલ ૪૮,૮૫,૬૧૦ ખેડૂત ખાતેદારો છે. જયારે એગ્રિકલ્ચર સેન્સસ વર્ષ:૨૦૦૫-૦૬ મુજબ રાજયમાં કુલ ૪૬,૬૧,૦૧૪ ખેડૂત ખાતેદારો નોંધાયા હતા.

એસ.એલ.બી.સી.ના આંકડા મુજબ ક્રોપ લોન પેટે કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવતા કુલ ૨૦,૭૧,૦૯૪ ખેડૂતોએ રૂ.૪૧૨૦૫.૬૬ કરોડની લોન, જયારે ટર્મ લોન પેટે ૪,૫૩,૬૭૫ ખેડૂતોએ રૂ.૧૨૨૧૮.૮૫ કરોડની લોન બેંકો પાસેથી લીધી છે. આમ ક્રોપ લોન અને ટર્મ લોન મળીને કુલ ૨૫,૨૪,૭૯૬ ખેડૂત ખાતેદારોએ રૂ.૫૩૪૨૪.૫૧ કરોડની લોન વિવિધ બેંકો પાસેથી મેળવી છે.

ખેડૂત ક્રોપ લોન અને ટર્મ લોનનો ઉપયોગ ખેતીના ઈનપુટ્સની ખરીદી કરવા તેમજ ખેતી કામોમાં કરે છે. જે ખેડૂતોને ખૂબ જ મદદરૂપ થાય છે.

Share This Article