વડોદરાઃ વડોદરા સ્થિત જાણીતા લેખક પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે દ્વારા પ્રસ્તુત શોર્ટ ફિલ્મ “અકારણ રાજકરણ”ને 3જી એપ્રિલના રોજ રજૂ કરવામાં આવી. આ શોર્ટ ફિલ્મ પ્રશાંત સાળુંકે બેનર હેઠળની થતા મીડિયા પાર્ટનર તરીકે ખબરપત્રીની ત્રીજી શોર્ટ ફિલ્મ છે. આ પહેલા શું જીવવું જરૂરી છે? અને અમારું કોણ? આ બે ફિલ્મો રજુ કરવામાં આવી હતી, જેમણે વ્યાપક રીતે લોકચાહના મેળવી વિવિધ સ્પર્ધાઓમાં એવોર્ડ મેળવ્યા છે. હવે તેઓ રાજકરણ આધારિત ગર્ભિત સંદેશ લઈને ત્રીજી ફિલ્મ “અકારણ રાજકારણ” લઈને આવ્યા છે.
લેખક, દિગ્દર્શક, એડિટર, નિર્માતા તથા અભિનેતા જેવા તમામ પાસાઓને બખૂબી રીતે નિભાવી “અકારણ રાજકરણ”ને પોતાની અગાઉની શોર્ટ ફિલ્મોની જેમ જ સફળ બનાવવા માટે પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકેએ ખૂબ જ જહેમત ઉઠાવી છે. લોકો સામે ફિલ્મો કે વાર્તા સ્વરૂપે નવો વિચાર મુકવામાં તેઓ માહેર છે. હમેશા લોકોને કંઈક નવું આપવા તેઓ તત્પર રહે છે. આ શોર્ટફિલ્મ તેઓ અંગેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતી સબટાઈટલ્સની સાથે રજુ કરવાના છે.
લેખક તરીકે પ્રશાંત સાળુંકે હમેશા સામાજિક સંદેશા આપતા પુસ્તકોનું સર્જન કરે છે. તેઓની અગાઉની ફિલ્મો પણ ઉત્તમ સામાજિક સંદેશ આપતી હતી. “અકારણ રાજકરણ” દ્વારા તેઓએ સમાજ સામે એક અલગ પાસું રજુ કર્યું છે. વળી પોતે રાજકારણ સાથે સંકળાયેલા હોવાથી આ ફિલ્મ તેમણે પોતાના જ એક સ્વાનુભવ પરથી પ્રેરણા લઈને બનાવેલ છે. શોર્ટફિલ્મની વાર્તા વિષે વધુ ન લખતા માત્ર એટલું કહીશ કે આ ફિલ્મનો સંદેશ જરૂર તમને ગમશે.
તો નિહાળો “અકારણ રાજકરણ” શોર્ટ ફિલ્મ અને જણાવો આ શોર્ટ ફિલ્મ માટેના આપના મંત્વય.