સિનેમેરા ટીમ દ્વારા સંચાલિત ‘એરડાઝ સ્પીડવે’નો ટ્રેકને 24 જાન્યુઆરી, 2023ના રોજ વિધિવિત રીતે ખુલ્લો મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેક અમદાવાદમાં એસપી રિંગ રોડ પર આવેલા શાંતિપુરા સર્કલ પાસે એપલવૂડ્સ ખાતે સ્થિત છે. આજે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી – ઔડાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આઇએએસ શ્રી ડી. પી. દેસાઇએ હસ્તે ફ્લેગઑફ આપી ટ્રેકને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ફોર્મ્યુલા રેસર મીરા એરડા અને સિનેમેરા ગ્રુપના વ્રજેશ એરડા ઉપસ્થિત રહ્યાં હતા.
એરડાઝ સ્પીડવેની 4 વિવિધ લેઆઉટ રૂપરેખાંકનો સાથે ટ્રેકની લંબાઈ 600 મીટર અને પહોળાઈ 9 મીટર છે. વધુમાં, તે ખૂબ જ ગર્વની વાત છે કે આ રેસિંગ ટ્રેક અને એરડાઝ એકેડમીને ભારતમાં મોટરસ્પોર્ટ્સનું સંચાલન કરતી સંસ્થા ફેડરેશન ઑફ મોટરસ્પોર્ટ્સ ક્લબ્સ ઑફ ઈન્ડિયા (FMSCI) દ્વારા માન્યતા આપવામાં આવી છે.
ગુજરાત રાજ્યના મોટરસ્પોર્ટ્સ ઉત્સાહીઓ માટે અત્યંત સલામતી સાથે ઝડપનો અનુભવ કરાવવા માટે પ્લેટફોર્મ બનાવવાના ઉદ્દેશ્ય સાથે સિનેમેરા દ્વારા સંચિલિત એરડાઝ સ્પીડવેનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઝ (AUDA)ના સહયોગિતાથી સાથેના આ પ્રોજેક્ટથી ગુજરાત પશ્ચિમ ભારતનું સૌથી મોટું મોટરસ્પોર્ટ હબ બનશે. એરડાઝ સ્પીડવેને અદ્યતન સુવિધાઓ સાથે કાર્ટથી લઇને મોટરસાઇકલ અને 1000 સીસી કાર સુધીના મોટરસ્પોર્ટ વાહનોની વિશાળ વિવિધતાનો સમાવેશ કરવા માટે કસ્ટમ-ડિઝાઇન કરવામાં આવ્યો છે અને તે મોટરસ્પોર્ટ શોખીનોના વિશાળ વર્ગની માંગને પૂર્ણ કરે છે.
આપણા ગુજરાતનું ગૌરવ મીરા એરડા, જેઓ ફોર્મ્યુલા 4 રેસર છે અને રેડ બુલ એથ્લેટ તેમજ ગુજરાત રોડ સેફ્ટી ટ્રાફિક કમિશનની બ્રાન્ડ એમ્બેસેડરની સાથેસાથે એફેએમએસસીઆઇના કાર્ટિંગ કમિશનની સભ્ય છે, તેઓના માર્ગદર્શન હેઠળ એરડાઝ સ્પીડવે ખાતે મોટર ઉત્સાહીઓને તાલિમ આપવામાં આવશે. મીરા એરડા ‘સલામતી સાથે ગતિ’ના સિદ્ધાંત સાથે વ્યવસાયિક પ્રશિક્ષકો દ્વારા દેખરેખ હેઠળના બંધ સર્કિટમાં મોટરસ્પોર્ટને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ રહે છે, જે બદલામાં જાહેર માર્ગ સલામતીના સંદેશાને પણ પ્રોત્સાહન આપે છે.
મીરા એરડા 2010થી પ્રેફિશનલી રેસ કરી રહી છે અને આ મોટરસ્પોર્ટ બેલ્ટ હેઠળ અન્ય જાણીતા નામો સાથે આપણા દેશને ગૌરવ અપાવી રહી છે. તે આપણી પ્રોફેશનલ નેશનલ રેસિંગ ટીમ, “ઇરડાઝ રેસિંગ”ની સૂત્રધાર છે. મીરા રેસિંગ એકેડેમી “એર્ડાની રેસિંગ એકેડમી” માટે ડ્રાઇવર કોચ પણ છે, જ્યાં તે યુવાન ડ્રાઇવરોને મોટરસ્પોર્ટ્સમાં તેમના સપનાઓને સાકાર કરવામાં મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે લગભગ 100+ વિદ્યાર્થીઓને તાલીમ આપે છે. એરડાઝ મોટરવેનો ઉદ્દેશ્ય રોમાંચ અને આનંદનો અનુભવ બનાવવાની સાથે સાથે અમદાવાદ શહેરમાં મોટરસ્પોર્ટના શોખીનોના જુસ્સાને વેગ આપવાનો છે.