રાજુલાના વાવેરા ગામે સિંહણે બે વ્યક્તિ પર હુમલો કર્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સિંહણના હુમલાની ખબરથી લોકોમાં ભારે ફફડાટ ફેલાયો
સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં સિંહો અવારનવાર માનવ વસાહતમાં આવી જાય છે. સિંહ માનવભક્ષી ન હોવાથી ભાગ્યે જ તેઓ કોઈ માણસને ઈજા પહોંચાડે છે. જ્યાં સુધી સિંહને કોઈ છેડે નહીં તો તેઓ વિના કારણ કોઈ પર હુમલો કરતા નથી.ટ્ઠ પરંતુ રાજુલાના વાવેરા ગામે એક સિંહણે બે વ્યક્તિ પર હુમલો કરી દીધો. જેમા બંને વ્યક્તિને ભારે ઈજા પહોંચી છે અને હાલ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સિંહણના હુમલાની ઘટનાની ખબર વાયુવેગે સમગ્ર પંથકમાં ફેલાઈ ગઈ અને લોકોમાં ફફડાય ફેલાયો છે. શુક્રવારે વહેલી સવારે સિંહણે બે વ્યક્તિ પર હુમલો કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓનુ કહેવુ છે કે સિંહણ લોકોને જાેઈને જ ભડકી રહી છે. સિંહણના હુમલાનો ભોગ બનેલા બંને લોકો ગંભીર રીતે ઈજા પામ્યા છે. સ્થાનિકોએ ઘટનાની જાણ વનવિભાગને કરતા વનવિભાગે સિંહણનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી છે. વન વિભાગનું કહેવુ છે કે સિંહણ કદાચ તેનું માનસિક સંતુલન ગુમાવી ચુકી છે.

Share This Article