યુનાઇટેડ નેશન્સ દ્વારા નક્કી કરાયા મુજબ સને ૧૯૭૨થી ઉજવાતા વિશ્વ પર્યાવરણ દિન-પમી જુનની આ વર્ષની ઉજવણી ભારતના યજમાનપદે પ્લાસ્ટિક પ્રદૂષણની થીમ સાથે કરવામાં આવી રહી છે ત્યારે, પ્લાસ્ટિકના પ્રદૂષણની ગંભીરતા અને તેની જનજીવન સહિત સમગ્ર પ્રકૃત્તિ ઉપર થઇ રહેલી માઠી અસરને ધ્યાને લઇને તથા આ બાબતે પ્રજાજનોમાં જાગૃતિ લાવવાના આશય સાથે કુદરતી સંપદાથી ભરપુર એવા ડાંગ જિલ્લાને પમી જુન, ૨૦૧૮થી નો પ્લાસ્ટિક ઝોન તરીકે જાહેર કરાયો છે.
ડાંગ જિલ્લામાં આ બાબતનો ભંગ કરનાર સામે દંડનિય અને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવતા આ જાહેરનામામાં પર્યાવરણ જાળવણી માટે ઝેરી પદાર્થોનું ઉત્સર્જન રોકવા બાબતે સરકાર અને પ્રશાસન પ્રતિબદ્ધ છે, જેમાં સૌને સહયોગી બનવાની પણ હિમાયત કરવામાં આવી છે.