આઈ એમ સોરી…આપણી સમક્ષ જ્યારે આ શબ્દ સંભળાય ત્યારે સહજ રીતે મોઢામાંથી પહેલા શબ્દ એ જ આવે છે કે ઈટ્સ ઓકે…હવે આજે એ પ્રશ્ન પૂછવો છે કે ઈટ્સ રીયલી ઓકે…?
જ્યારે આપણે દિલથી દુભાયા હોઈએ અને કોઈ આપણી માફી માગે ત્યારે આપણે તેને કહેવુ પડે છે કે ઈટ્સ ઓકે..ચલો જવા દો યાર …આવુ તો ચાલ્યા કરે…!!! ત્યારે પૂછવાનું મન થાય કે દરેક પરિસ્થિતિમાં આપણે એટલા મહાન હોઈએ છીએ કે માફ કરી શકીએ…કે પછી પરિસ્થિતિને સુધારવા માફી તો આપી દઈએ પણ મનમાં રંજ રહ્યાં કરે, કે આવું શા માટે કર્યું હશે…!!! આપણું મન એ વાતને ભૂલી નથી શકતું…સતત એ જ વાત વાગોળ્યા કરે છે. આપણે નવી કોઈ પ્રવૃત્તિમાં ધ્યાન નથી આપી શકતા. જો બીજી કોઈ પ્રવૃત્તિ કરીએ તો પણ મનનાં એક ખૂણે એ જ વાત ચાલ્યા કરે કે તેણે મારી સાથે આવુ કેમ કર્યું. તમારી સામે બીજી ત્રણ સારી વાત આવે તો પણ તમે તેનો આનંદ લઈ નથી શકતા..કેમકે તમારા મનમાં હજી તે વાતનું દુ:ખ હોય છે કે ફલાણા વ્યક્તિએ મારી સાથે સારું નથી કર્યુ.
હવે એક બીજી એક્સસાઈઝ કરીએ…આઈ નો કે તેઓએ આપણી સાથે સારું નથી કર્યુ અને આપણે બહુ દુભાયા છીએ, તેમ છતાં આપણે એમને માફ કરી દઈએ…એટલે નહીં કે પરિસ્થિતિ સચવાઈ જાય. એટલા માટે બીજાને સરળતાથી માફ કરવાનાં કે તેનાં કર્મો તે ભોગવશે…ઈશ્વરે મને તેનાં માટે નિમિત બનાવ્યો છે. હું આ ઋણાનુબંધમાંથી ત્યારે જ છૂટી શકીશ જ્યારે હું તે વાતને ભૂલી શકીશ. લાઈફમાં આગળ વધવા માટે, નવી ખુશીઓને સ્વીકારવવા માટે આપણે તેમાંથી નીકળવું પડશે. જો આપણે ખરાં દિલથી કોઈને માફ કરી દઈશું તો તે વાત ભૂલી શકીશું અને લાઈફમાં આગળ વધી શકીશું. તો બીજા માટે નહીં પણ પોતાના માટે એક ટેન્શનમાંથી મુક્ત થવા માટે પણ બીજાને માફ કરી દઈએ. ચાલો આગળ વધીએ.
- પ્રકૃતિ ઠાકર ( http://khabarpatri.com/author/prakruti/ )