વર્કિંગ વુમન કે પછી કોલેજ ગોઇંગ ગર્લ માટે ઉનાળો એટલે તેમની ફેશનમાં નડતી ઋતુ. ઉનાળામાં ગરમી અને પરસેવાને કારણે તે ફેશન નથી કરી શકતી. ટ્રાવેલ કરતી છોકરીઓ માટે કેવી રીતે જૂતા સિલેક્ટ કરવા કે જે ફેશનેબલ પણ લાગે અને પરસેવાને કારણે ઇરીટેશન પણ ના થાય. મોટેલો ડોમાની એક શૂ બ્રાંડ છે તેની સંસ્થાપક કનિકા ભાટિયાએ ઉનાળામાં છોકરીઓ માટે યોગ્ય ફૂટવેરની પસંદગી ઉપર ટિપ્સ આપી છે.
કનિકાએ જણાવ્યુ હતુ કે, મુલાયમ ચામડામાંથી બનેલ જૂતા ગરમીમાં વધારે અનુકુળ રહે છે. આ જૂતાથી પરસેવાની દુર્ગંધ નથી આવતી અને સંક્રમણ થવાની શક્યતા પણ નથી રહેતી. એથ્લેટિક શૂઝ અને લોફર એ અનુકૂળ રહે છે. તે હલકા પણ લાગે છે અને ફેશનેબલ પણ લાગે છે. ઉનાળામાં બને ત્યાં સુધી ભારે જૂતા ના પહેરવા જોઇએ.
લોફર્સ ગરમીઓમાં કૂલ લૂક આપે છે. ભારે જૂતા પહેરવાથી પગ વધારે થાકી જાય છે. સાથે જ પરસેવાના લીધે પગમાં સ્કીનને લગતી બિમારી પણ થઇ શકે છે. એથ્લેટિક જૂતા અને સ્નીકર્સ યુવાઓની પહેલી પસંદ છે તેમાં પણ બ્લૂ રંગના સ્નીકર પહેરવા જોઇએ. બ્લૂ કલરના સ્નીકર અને લોફર દરેક રંગના કપડા સાથે મેચ કરે છે અને તમને કૂલ લૂક આપે છે.