યુગપત્રી: તેરા યાર હૂં મૈં (૨)
મિત્રો, ગઈ યુગપત્રીમાં આપણે. જોયું કે મિત્રો લડે છે, ઝગડે છે, જીવનને માણે છે. હવે આગળ જોઈએ..
ओ जाते नहीं कहीं रिश्ते पुराने,
किसी नए के आ जाने से,
जाता हूँ मैं तो मुझे तू जाने दे,
क्यूँ परेशां है मेरे जाने से,
टूटा है तो जुड़ा है क्यूँ,
मेरी तरफ तू मुड़ा है क्यूँ,
हक नहीं तू ये कहे की,
यार अब हम ना रहे,
एक तेरी यारी का ही,
सातों जनम हक़दार हूँ मैं,
तेरा यार हूँ मैं,
तेरा यार हूँ मैं,
तेरा यार हूँ मैं,
तेरा यार हूँ मैं..
ક્યારેક વિચાર આવે કે આપણા મિત્રો આપણી ઉંમર પ્રમાણે બદલે છે. બાળપણમાં આપણે જેની સાથે હતા એ બધા મિત્રો સાથે આપણે લાઇવ કોન્ટેક્ટમાં નથી પણ એમ એ લોકો આપણને ભુલાયા પણ નથી. આપણા દિલ અને દિમાગમાંથી એ ડેટા ક્યારેય ડીલીટ નથી થતો. આપણને જીવનના દરેક તબક્કે નવા નવા મિત્રો મળે છે પણ આપણે આપણા જુના મિત્રોને ભૂલી નથી જતા આમ કહીએ તો ભૂલી નથી શકતા.અને પછી તો જુના મિત્રો જ બહુ યાદ આવતા હોય છે.એટલા માટે આ ગીતમાં એવું લખે કે
ओ जाते नहीं कहीं रिश्ते पुराने,
किसी नए के आ जाने से..
નવા મિત્રો આવે તો જુના મિત્રો ભૂલતા નથી અને મિત્રતાનું એક આગવી લક્ષણ આપણને બીજી લાઈનમાં આપે છે કે જો હું જાવ છું તો મને જાવા દે. તું કેમ હેરાન થાય છે મારા જવાથી. એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે જે વ્યક્તિના જવાથી આપણને દુઃખ થતું હોય એ વ્યક્તિ સાથે આપણે દિલથી જોડાયા હોઈએ છીએ. એટલે જ આપણને એનું દુઃખ થાય છે. બાકી તો એવા ઘણા લોકો છે કે જે આપણને ક્યારે મળે ને ક્યારે આપણાથી દુર થઇ જાય એ આપણને ખબર પણ નથી પડતી, પણ એક સાચો મિત્ર તો આવે ત્યારે અનહદ આનંદ લેતો આવે અને જાય ત્યારે આપણી આંખમાં આંસુઓનું ઘોડાપુર મુકતો જાય. એટલે આ વસ્તુ ચેક કરવી જરૂરી છે કે જો આપણને આપણો જીગરિયો કે ડિયરીયો છોડીને જાય તો આપણને દુઃખ થાય છે.!? જો હા, તો એ વ્યક્તિથી ક્યારેય દૂર ન થતા કારણકે એ વ્યક્તિ આપણી સાથે કોઈ ડિલ માટે નહીં પણ દિલ માટે જોડાયો છે, માટે એવું લખાય કે,
जाता हूँ मैं तो मुझे तू जाने दे,
क्यूँ परेशां है मेरे जाने से.
અને એ વસ્તુ પણ યાદ રાખજો કે કદાચ સંજોગોવશાત એ મિત્ર આપણાંથી દુર થતો હોય તો પણ એ આપણી સાથે જોડાયેલો હોય છે. ડિસ્ટન્સ ક્યારેક દિલ પર હાવી ન થતું હોય તો એ સાચી દોસ્તી. રાતના બાર વાગ્યે પણ ફોન કરો ને જો રણકારા જેવો રિપ્લાય મળે એટલે સમજવાનું કે આપણો સબંધ હજી ય એવો જ તાજો છે. એટલે જે આપણી સાથેથી છુટા પડવા છતાં આપણી સાથે જોડાયેલા રહે એ મિત્રતા સાચી માટે લખે કે,
टूटा है तो जुड़ा है क्यूँ,
मेरी तरफ तू मुड़ा है क्यूँ…
અને કદાચ વર્ષો સુધી આવા મિત્રને આપણે મળીએ નહિ અને તો પણ એ એવું ન કહી શકે કે આપણે હવે મિત્રો નથી રહ્યા, કારણકે માત્ર કહી દેવાથી જ બધુ પૂરું નથી થઈ જતું. આપણે એની સાથે જીવેલી એક એક ક્ષણ એને યાદ આવે છે. સાથે રમેલી રમતો, સાથે જોયેલી ફિલ્મો, સાથે કરેલી મસ્તીઓ, આ બધું ભૂલીને એવું કહેવું કે આપણે હવે મિત્રો નથી રહ્યા એ બહુ અઘરું છે, માટે એવું કોઈ દિવસ ન બને એટલે,
हक नहीं तू ये कहे की,
यार अब हम ना रहे..
અને મિત્રો પત્ની પછી જો કોઈ બીજી વ્યક્તિ હોય કે જે આપણી સાથે સાત જન્મ રહેવાની વાત કરતું હોય તો એ સાચો મિત્ર છે. હા, સાચો મિત્ર પણ આપણી સાથે સાત જન્મ સુધી જોડાયેલો રહે છે કારણકે એની સાથે રહેવાથી આપના દિલ અને દિમાગમાં પડેલી સ્મૃતિઓ આપણને ભૂલવા નથી દેતી. આપણી પ્રત્યેનો પ્રેમ એને આવતા જન્મે આપણો મિત્ર બનવા માટે મજબૂર કરે છે. એને જે માણસ આપણી સાથે એટલો ઓતપ્રોત થઈ ગયો હોય છે. મિત્રો એક વાત કહેવાનું મન થાય કે પત્ની તો આપણું અડધું અંગ છે જ્યારે મિત્ર એ આપણું આખુ દિલ છે. એટલે આપણને એવું કહેવાનું મન થાય કે તારી મિત્રતાના એમઓયુ સાત સાત જન્મ સુધી સાઇન કરેલા છે અને આવો મિત્ર હોય તો પછી એને કેવું જ પડે કે,
एक तेरी यारी का ही
सातों जनम हक़दार हूँ मैं
એટલે જ કહ્યું છે ને કે,
तेरा यार हूँ मैं,
तेरा यार हूँ मैं,
तेरा यार हूँ मैं,
तेरा यार हूँ मैं..
કોલમિસ્ટ :- યુગ અગ્રવાત