મેન્સવેર એટલે બ્લૂ, બ્લેક અને વ્હાઈટ…..મેન્સ કોશ્ચ્યૂમમાં આ ત્રણ કલક એટલે સદાબહાર…કોઈ પણ પુરુષનાં વોર્ડરોબમાં તમને આ ત્રણ કલરનાં પ્લેન શર્ટ તો જોવા અવશ્ય મળશે. બીજી ચોઈસમાં લાઈનીંગવાળા શર્ટ અને ચેક્સવાળા શર્ટ આવે. હા, તેમાં બે- ત્રણ ઓપ્શન મળી રહે કે પતલી લાઈનીંગ, જાડી લાઈનીંગ અને નાની ચેક્સ કે મોટી ચેક્સ. આજકાલ આ ટિપિકલ માન્યતા સિવાય પણ ઘણા બધા કલર અને ડિઝાઈન ટ્રેન્ડમાં છે. જેમાનું એક છે પોલકા ડોટ્સ.
એક સમયે પોલકા ડોટ શર્ટ માત્ર કેઝ્યુ્લ વેરમાં જ પહેરાતા હતા. હવે એવુ નથી રહ્યું. હવે ફોર્મલવેરમાં પણ પોલકા ડોટ્સ શર્ટ પહેરવામાં આવે છે. ફોર્મલ બ્લેઝર કે જેકેટ સાથે પણ પોલકા ડોટ્સ શર્ટને મેચ કરવામાં આવે છે.
જો તમે કોલેજ સ્ટુડન્ટ હોવ તો તમારા માટે પોલકા ડોટ્સ શર્ટ બેસ્ટ ઓપ્શન છે. આ લૂક તમને નોર્મલ ઓફિસવેર કે મોચ્યોર મેન્સવેર કરતા કંઈક હટકે અને સ્વેગ લૂક આપશે.
તો આ સિઝનમાં આપ પણ પોલકા ડોટ્સ શર્ટ પહેરીને ડિફરન્ટ લૂક મેળવી શકો છો અને ટ્રેન્ડમાં પણ રહી શકો છો.