અમદાવાદીઓએ જણાવ્યું બદામના આરોગ્યપ્રદ નાસ્તા અને કસરતનું મહત્ત્વ

KhabarPatri News
By KhabarPatri News 6 Min Read

અમદાવાદઃ બદામને સામાન્ય રીતે સૂકા મેવામાં રાજા ગણવામાં આવે છે કેમકે તે ક્રન્ચી અને સ્વાદિષ્ટ છે એટલા માટે જ નહીં પણ તેના દરેક ટુકડામાં કુદરતી પોષક તત્વો રહેલા છે. તેમાં અનેક આવશ્યક પોષક તત્વો પ્રોટીન અને આરોગ્યપ્રદ ફેટ્સ સાથે સામેલ છે અને તેનાથી પોષક દ્રવ્યોથી ભરપુર અને અનુકૂળ નાસ્તો બનાવી શકો છો. જેનાથી તમે આખો દિવસ ઊર્જા અનુભવી શકો છો. જાણીતા શેફ અક્ષય મોહન કટ્ટી અને જાણીતા ન્યુટ્રિશનિસ્ટ કોમલ પટેલે લાઈવ કૂકિંગ ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું અને બદામના આરોગ્ય લાભો ધરાવતા વિવિધ ન્યુટ્રિશન સ્ટડીઝની જાણકારીમાંથી પ્રેઝન્ટેશન આપ્યું હતું. જાણીતા ફિટનેસ એક્સપર્ટ મંદાર સોમાણીએ લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા ઈન્ટરએક્ટિવ સેશનનું આયોજન કર્યુ હતું. જેમાં તેમણે બદામ સહિત આરોગ્યપ્રદ ડાયેટની સાથે નિયમિત કસરતનું મહત્ત્વ સમજાવ્યું હતું.

આ સેશનમાં શેફ અક્ષય મોહન કટ્ટીએ કેટલીક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ સ્નેકિંગ રેસિપી દર્શાવી હતી, જે બનાવવામાં ઝડપી અને સરળ હતી. તેના પછી ફિટનેસ એક્સપર્ટ મંદાર સોમાણીની વર્કઆઉટ સેશન યોજાઈ હતી જેમાં તેમણે કેટલીક બેઝિક કસરતો દર્શાવી કે જે ઘરે સરળતાથી થઈ શકે છે અને આ સાથે તેમણે સ્વસ્થ જીવન માટે નિયમિત કસરતનું મહત્ત્વ સમજાવ્યું હતું.

આ સેશનમાં શેફ અક્ષય મોહન કટ્ટીએ કેટલીક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ સ્નેકિંગ એક્સપર્ટ મંદાર સોમાણીની વર્કઆઉટ સેશન યોજાઈ હતી જેમાં તેમણે કેટલીક બેઝિક કસરતો દર્શાવી કે જે ઘરે સરળતાથી થઈ શકે છે અને આ સાથે તેમણે સ્વસ્થ જીવન માટે નિયમિત કસરત અને દરરોજ મુઠ્ઠીભર બદામ ખાવા જેવા સામાન્ય ફેરફારો જીવનમાં કરવા અંગે જાણકારી આપી હતી. ત્યારબાદ ન્યુટ્રિશનીસ્ટ કોમલ પટેલે સ્ટેજ પર આવીને બદામ ખાવાથી વિવિધ રીતે મળતા તેના આરોગ્ય અને પોષક લાભો વિશે જણાવ્યું હતું. તેમણે બદામની એન્ટી ઓક્સિડન્ટ ગુણવત્તા (વિટામીન ઈથી ભરપૂર હોવાથી), ભૂખ સંતૃપ્ત કરવાના ગુણ, વજન અને ડાયાબિટિસનું મેનેજમેન્ટ તથા હૃદયને સ્વસ્થ રાખવાના તેના ગુણો વિશે દાયકાઓથી તેના વિશે પ્રસિદ્ધ થયેલા સંશોધનોના આધારે જણાવ્યું હતું.

ન્યુટ્રિશનિસ્ટ કોમલ પટેલે કહ્યું હતું, ‘હૃદયરોગ, સ્થૂળતા અને અન્ય જીવનશૈલી સંબંધિત રોગો વધી રહ્યા છે ત્યારે આજના ઝડપી યુગમાં આરોગ્યપ્રદ ડાયેટ પર ધ્યાન આપવું જરૂરી છે. માત્ર એક સામાન્ય કદમ કે જેમાં આરોગ્યપ્રદ ખોરાક લેવામાં આવે તો તેના ઘણા લાભ છે અને બદામને તમારા રોજિંદા ડાયેટમાં હેલ્ધી સ્નેક તરીકે ઉમેરીને તે લાભ તમે મેળવી શકો છો. અમેરિકન  હાર્ટ એસોસીએશનના જર્નલમાં પ્રકાશિત સ્ટડીમાં જણાવાયું છે કે દરરોજ ૪૨ ગ્રામ બદામનો નાસ્તો સમગ્રપણે આરોગ્યપ્રદ ડાયેટના હિસ્સા તરીકે લેવો જોઈએ, જેનાથી હૃદયરોગોના જોખમી પરિબળોમાં ઘટાડો કરે છે. આ ઉપરાંત તે લો ડેન્સિટી લિપોપ્રોટીન (એલડીએલબેડ) કોલેસ્ટ્રોલ નોંધપાત્ર રીતે ઘટાડે છે અને બદામનો નાસ્તો કરવાથી સેન્ટ્રલ એડિપોસિટી (બેલી ફેટ) તથા કમરનો ઘેરાવો ઘટે છે અને સમગ્રપણે હૃદય સંબંધિત જોખમી પરિબળોમાં ઘટાડો થાય છે.’

Photo07

શેફ અક્ષય મોહન કટ્ટીએ સરળ પણ સ્વાદિષ્ટ બદામનો નાસ્તો બનાવવાની રેસિપી દર્શાવી હતી, જે મિનિટોમાં તૈયાર થઈ શકે છે. તેમણે કહ્યું હતું, આરોગ્યપ્રદ ખાવું તેનો અર્થ એ નથી કે તમારે નાસ્તો કરવાનું છોડી દેવું. સ્માર્ટ નાસ્તો તેનો ઉપાય છે! મુઠ્ઠીભર બદામ તમારી તમારી બે ભોજન વચ્ચેની ભૂખ દૂર કરવામાં ઉપયોગી છે અને તમારે બીનઆરોગ્યપ્રદ નાસ્તાના વિકલ્પોથી દૂર રહેવામાં મદદ મળશે. તે ખરેખર આદર્શ સ્માર્ટ સ્નેક છે.’

૧૫ મિનિટની એક્સરસાઈઝ સેશન બાદ ફિટનેસ એક્સપર્ટ મંદાર સોમાણીએ કહ્યું હતું, ‘અત્યંત વ્યસ્ત જીવનશૈલીમાં કોઈપણ વ્યક્તિ માટે કસરત અવગણનાની બાબત બને છે. જો કે વ્યક્તિ જ્યારે આરોગ્ય અને ફિટનેસ માટે કાળજી ન રાખે તો બેઠાડુ જીવનશૈલી સંબંધિત બીમારીઓનું જોખમ રહેછે. આમ, સંતુલિત આહાર અને સાથે દરરોજ કસરત મહત્ત્વપૂર્ણ છે. જો તમને જીમમાં જવાનો સમય ન હોય તો દોડવા કે ચાલવા જાઓ અને ઘરે પણ સામાન્ય કસરતો દરરોજ કરાય તો તે લાંબા ગાળા સુધી મોટો લાભ આપે છે. નિયમિત કસરત અને સાથે આરોગ્યપ્રદ આહાર જેમકે ફળો અને સૂકો મેવો તમારા જીવનમાં આરોગ્યપ્રદ ફેરફાર લાવશે.’

નિયમિત વર્કઆઉટ પ્લાનને અનુસરો, સંતુલિત ભોજન લો અને બદામ સાથે સ્માર્ટ નાસ્તો કરવાની ટેવ પાડીને વધુ આરોગ્યપ્રદ જીવન પ્રાપ્ત કરો.


લાઈવ કૂકિંગ ડેમોન્સ્ટ્રેશનમા દર્શાવાયેલી રેસિપીઝ

Photo 03


કાલા મસાલા આલમન્ડ્

સર્વ : બે વ્યક્તિઓ માટે

સામગ્રી

જથ્થો

બદામ૬૦ ગ્રામ
મીઠુસ્વાદ પ્રમાણે
ઓલિવ ઓઈલ૫ એમએલ
તજનો પાઉડર૧મોટી ચમચી
જાયફળનો પાઉડરઅડધી ચમચી

પદ્ધતિઃ

આલમન્ડ્સને મસાલા અને ઓલિવ ઓઈલ અને સિંધાલૂણ સાથે સાંતળો અને પાનમાં ટોસ્ટ કરો અથવા મોડરેટ ઓવનમાં મિનિટ રાખો.

પ્રતિ સર્વિંગ પોષક તત્વોનું વિશ્લેષણ

કેલરી૨૨૮.૪કે કેલપ્રોટીન૬.૪૫ ગ્રા
કુલ ફેટ૨૨.૫ગ્રામસેચ્યુરેટેડ૦.૪૫ગ્રા
મોનોસેચ્યુરેટેડ૧૧.૪ ગ્રાપોલીઅનસેચ્યુરેટેડ૩.૯ ગ્રા
કાર્બોહાઈડ્રેટ૬.૪૫ ગ્રાફાઈબર૬ ગ્રામ
કોલેસ્ટ્રોલ                  સોડિયમ  ૨૭૩.૯ મિગ્રા
કેલ્શિયમ૭૨.૯મિગ્રામેગ્નેશિયમ૧૧૬.૪મિગ્રા
પોટેશિયમ૧૨.૯મિગ્રા.વિટામીન                ૯મિગ્રા

હલ્દી મિર્ચી બદામ

સર્વ : બે વ્યક્તિઓ માટે

સામગ્રી

જથ્થો

થોડી બાફેલી અને છોલેલી બદામ૬૦ ગ્રામ
તેલ૧મોટી ચમચી
હળદરનો પાઉડરઅડધી ચમચી
કાળા મરીઅડધી ચમચી
લાલ મરચાનો પાઉડરઅડધી ચમચી
મીઠુ૧/૩ ચમચી
આમચૂર પાઉડર અડધી ચમચી

પદ્ધતિ:

– તેલ ગરમ કરો અને તમામ મસાલા અને સિઝનિંગ તેમાં ઉમેરો
– બદામ ઉમેરો
– તેને બરાબર મિક્સ કરો, ઠંડુ થાય એટલે પીરસો

પ્રતિ સર્વિંગ પોષક તત્વોનું મૂલ્યાંકન

કેલરી૨૮૦.૫ કે કેલપ્રોટીન૬.૯ગ્રા
કુલ ફેટ૨૭.૪૫ ગ્રાસેચ્યુરેટેડ૧.૫ગ્રા
મોનો અનસેચ્યુરેટેડ૧૫.૪૫ ગ્રાપોલીઅનસેચ્યુરેટેડ૪.૯૫ ગ્રા
કાર્બોહાઈડ્રેટ્૯ ગ્રાફાઈબર૦.૯ગ્રા
કોલેસ્ટ્રોલસોડિયમ૨૮૩.૫ મિગ્રા
કેલ્શિયમ૮૨.૫ મિગ્રામેગ્નેશિયમ૧૨૦  મિગ્રા
  પોટેશિયમ૨૪.૪૫ મિગ્રાઇવટામીન ઈ૯.૯મિગ્રા

 

Share This Article