ફ્લોરલ પ્રિન્ટ ફોર સમર પાર્ટી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ફ્લાવર શબ્દ સાંભળતાની સાથે જ કંઈક યાદ આવે તો તે છે તાજગી, સુવાસ અને ઠંડક. આવી કાળજાળ ગરમીમાં તમે રોજેરોજ તમારી આસપાસ ફ્રેશ ફ્લાવર રાખી શકો તે દરેક વખતે શક્ય નથી, પરંતુ ફ્લોરલ પ્રિન્ટનાં કપડાં પહેરીને થોડી ફ્રેશનેસ ફીલ કરી શકો છો.

kp ff 3

નોર્મલવેરમાં તમે ફ્લોરલ પ્રિન્ટની સાડી, સલવારસુટ કે વનપીસ તમે પહેરતા હશો. હવે સમર પાર્ટીમાં પણ ફ્લોરલ પ્રિન્ટ ઈનટ્રેન્ડ છે.  ઈન્ડિયાનાં ટોપ ડિઝાઈનર જેવા કે સબ્યસાચી, મનિષ મલ્હોત્રા, નીતા લુલ્લા કલેક્શનમાં પણ આ સમરમાં ફલોરલ પ્રિન્ટ પાર્ટીવેર જોવા મળે છે.

kp pt fr

બ્રાઈડલવેરમાં પણ હવે ટિપિકલ રેડ ડ્રેસ છોડીને લાઈટ પેસ્ટલ કલરમાં ફ્લોરલ પ્રિન્ટ પસંદ કરવામાં આવે છે. તો આ સમર સિઝનમાં આપ પણ કોઈ પાર્ટીમાં જવાનો પ્લાન કરવા માગતા હોય તો ફ્લોરલ પ્રિન્ટ ટ્રાય કરો.

 

kp pt ft1

Share This Article