- દહેજ PCPIR વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્રે પરિવર્તન લાવવા માટે સજ્જ ‘દીપક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ’
- PCPIR વિસ્તારના હાર્દ સમાન સ્થળે આવેલી છે આ 50-બેડની હોસ્પિટલ
- 24/7 ઈમરજન્સી મેડિકલ સર્વિસ માટે તાલીમબદ્ધ મેડિકલ ઓફિસર્સ અને ફુલ-ટાઈમ જનરલ ફિઝિશિયનની ટીમ
- દહેજ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ ડૉ. સુનીલ ભટ્ટ દ્વારા GFL કંપની તરફથી રૂ. 11 લાખ અને DIA તરફથી રૂ. 11 લાખની સહાય દીપક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને અર્પણ કરવામાં આવી
દહેજ, ભરૂચ: દહેજ PCPIR (પેટ્રોલિયમ, કેમિકલ અને પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજન) વિસ્તારમાં આરોગ્યલક્ષી માળખાગત સુવિધાઓ માટે એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. ગુજરાત PCPIR વેલ્ફેર સોસાયટીના નેજા હેઠળ સ્થાપિત અને ખ્યાતનામ દીપક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અત્યાધુનિક ‘દીપક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ’ નું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રદેશની આ પ્રથમ એવી હોસ્પિટલ છે જ્યાં તમામ જટિલ તબીબી સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ થશે.
આ નવીન હોસ્પિટલનું ઉદ્ઘાટન પ્રદેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં સંપન્ન થયું, જેમાં વિશેષ અતિથિ તરીકે વાગરા ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, દહેજ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડૉ. સુનિલ ભટ્ટ, રિજનલ મેનેજર જીઆઈડીસી વિકાસ પટેલ, ચીફ ડિસ્ટ્રીક હેલ્થ ઓફિસર ડૉ. મુનિરા શુક્લા, દીપક ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડૉ. રૂચિ મહેતા, દીપક નાઇટ્રેટ લિમિટેડના કોર્પોરેટ એફેર્સના જનરલ મેનેજર ડૉ. નિર્મલસિંહ યાદવ, દીપક ફાઉન્ડેશનના ડિરેક્ટર ડૉ. જય પવાર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી.
આ ઉદ્ઘાટિત દીપક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ઔદ્યોગિક અને ગ્રામીણ સુખાકારી માટેનું વિઝન ધરાવે છે. PCPIR વિસ્તારના હાર્દ સમાન સ્થળે આવેલી આ 50-બેડની હોસ્પિટલ ખાસ કરીને ઔદ્યોગિક કામદારો અને આસપાસના ગ્રામીણ વિસ્તારોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બનાવવામાં આવી છે. અગાઉ આધુનિક સારવાર માટે સ્થાનિકોએ 55 કિમી દૂર ભરૂચ સુધી લાંબો પ્રવાસ કરવો પડતો હતો. હવે આ હોસ્પિટલના પ્રારંભથી નિષ્ણાત તબીબી સારવાર સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ થશે, જે પ્રદેશના આરોગ્ય માળખાના વિશાળ અંતરને દૂર કરશે.
દીપક ફાઉન્ડેશનના બહોળા અનુભવ હેઠળ સંચાલિત આ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર અને ICU ની અત્યાધુનિક સુવિધા છે. દહેજ જેવા ઔદ્યોગિક ક્ષેત્ર માટે અતિ આવશ્યક એવી કેમિકલ બર્ન્સ (રાસાયણિક અસરોથી દાઝ્યા હોવું) અને ઔદ્યોગિક ઈજાઓની સારવાર માટે અહીં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મુખ્ય વિભાગોમાં જનરલ મેડિસિન અને જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ (હાડકાના રોગો) અને ગાયનેકોલોજી (સ્ત્રીરોગ), ટ્રોમા કેર અને ઇમરજન્સી સેવાઓ (ઔદ્યોગિક અકસ્માતો માટે વિશેષ), આંખના રોગો, ઇએનટી (કાન-નાક-ગળા), અને ત્વચાના રોગો (Dermatology), 24×7 ઇમર્જન્સી અને નિદાન સેવાઓનો સમાવેશ થાય છે, જેઓ દર્દીઓની ત્વરિત સારવાર માટે હોસ્પિટલ ચોવીસે કલાક તૈયાર છે.
24/7 ઈમરજન્સી મેડિકલ સર્વિસ માટે તાલીમબદ્ધ મેડિકલ ઓફિસર્સ અને ફુલ-ટાઈમ જનરલ ફિઝિશિયનની ટીમ, અદ્યતન ડાયગ્નોસ્ટિક્સની વાત કરીએ તો તમામ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ અને ઇમેજિંગ (એક્સ-રે વગેરે) સુવિધાઓ તેમજ ફાર્મસી અને એમ્બ્યુલન્સ હોસ્પિટલ કેમ્પસમાં જ દવાઓ અને તાત્કાલિક સ્થળાંતર માટે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ છે.

દીપક ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડૉ. રૂચિ મહેતાએ જણાવ્યું, “આજે વિકસિત ભારતને અનુલક્ષીને દહેજમાં જે વિકાસ જોવા મળી રહ્યો છે, ત્યારે દહેજ અને તેની આસપાસના સ્થાનિકો માટે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓની મૂળભૂત જરૂરિયાત હોવી ખૂબ જ જરૂરી છે. અને આજ દીપક ફાઉન્ડેશનનું મિશન હતુ. આજે હોસ્પિટલના ઉદ્ઘટાન પ્રસંગે મને અતિઆનંદ થઈ રહ્યો છે. આજે મેટ્રોપોલિટન શહેરોમાં જે સારવાર મળે છે, તે જ સારવાર અહીં દીપક મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે મળી રહેશે, તેની જાણ કરતામ મને આનંદ થઇ રહ્યો છે.
‘પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર’ અને ‘પ્રિવેન્શન ઈઝ ઓલસો ચીપર ધેન ક્યોર’ તેમ વધુમાં જણાવતા ડૉ. રૂચિ મહેતાએ ઉમેર્યું કે દરેક વર્કરનો પરિવાર હોય છે, તેથી જીવનસંભાળ એ મૂળભૂત જરૂરિયાત બની જાય છે. અહીં અમારૂં લક્ષ્ય લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે.

દીપક ફાઉન્ડેશનના ડિરેક્ટર ડૉ. જય પવારે જણાવ્યું, “દહેજ ઔદ્યોગિક વિસ્તાર સેઝ હોવાથી અહીં એવી ફેસિલિટી હોવી જરૂરી છે, જ્યાં કંઈ પણ અકસ્માત થાય તો લોકોને પહેલી પ્રાથમિક સારવાર પહેલાં મળી રહે. અને અહિયાંની જે લોકલ કમ્યુનિટી છે એ લોકો પણ ઘણી વાર હાલાકી ભોગવતા હોય છે કે કંઈ પણ જરૂર પડે તો એ લોકોને ભરૂચ કે અંકલેશ્વર સુધી જવું પડતું હોય છે. ખાસ કરીને મહિલાઓને પણ ડિલિવરી માટે પણ ભરૂચ જવામાં પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો, તો બીજી તરફ બાળકો માટે કે વૃદ્ધો માટે પણ અહીં સારી હેલ્થકેર પ્રણાલીની તાતી જરૂરિયાત હતી. આજે અહીં તમામ લોકો માટે સ્પેશ્યલ વિભાગોના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની ટીમ સાથેની દીપક મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ શરૂ થવાથી અહીં આરોગ્યલક્ષી સેવાઓ લોકો ઘરઆંગણે ઉપલબ્ધ બની છે.આજે દીપક ફાઉન્ડેશનનું એક સ્વપ્ન સાકાર થઇ રહેલું જોવા મળી રહ્યું છે.”
દીપક ફાઉન્ડેશનના ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. આકાશ લાલે દીપક ફાઉન્ડેશન અને દીપક મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી.
