સોશિયલ મિડીયા પર હાલના સમયમાં લોકો કંઇ પણ પોસ્ટ કરી દેતા હોય છે. બોલવાની આઝાદી આપી હોવાથી લોકો મન ફાવે તેવી રીતે કોઇ પણ વિશે લખી દેતા અને બોલી દેતા હોય છે. હાલમાં જ આવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી વિશે અણછાજતી ટિપ્પણી કરવામાં આવી હતી. રવિવારે વિજયભાઇ સુરતની મુલાકાતે જવાના હતા તે દિવસે લલિત ડોંડા નામના એક યુવકે તેમના વિરુદ્ધ પોસ્ટ કરી હતી. તેની ધરપકડ કરવામાં આવી છે.
સુરતમાં રહેતા લલિત ડોંડાએ ફસબૂક પર વિજય રુપાણી વિરુદ્ધ અણછાજતી ટિપ્પણી કરી હતી તેમજ તેમના ઉપર કાળી શાહી ફેંકવાની ધમકી પણ આપી હતી.
સમગ્ર મામલો સાઇબર સિક્યોરીટીની નજરમાં આવતા તેમણે આ લલિત ડોંડા નામના શખ્સની શોધખોળ શરૂ કરૂ હતી. તપાસમાં સામે આવ્યુ હતુ કે તે સુરતમાં રહે છે અને એટલા માટે જ તેણે મુખ્યમંત્રી જ્યારે સુરતમાં આવવાના હતા ત્યારે જ આવી ટિપ્પણી કરી હતી. સાઇબર ક્રાઇમની ટીમે તેને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
ગુનો દાખલ કરીને આરોપીને જેલના સળિયા ગણતો કરી દેવામાં આવ્યો છે.