નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NUCFDC), જે અર્બન કોઓપરેટિવ બેંકો (UCBs) નું અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન છે, એણે IIMA વેન્ચર્સ સાથે ભારત કો-ઓપથોન 2025 નામનો પ્રોગ્રામ શરૂ કર્યો છે.
આ પસંદગી-આધારિત પ્રોગ્રામ સુસંગત, કામગીરી વધારવા સક્ષમ અને સ્વદેશી ડિજિટલ સોલ્યુશન્સ સ્થાપિત કરવા પ્રતિભાસંપન્ન ટેકનોલોજી ઇનોવેટર્સને UCBs સાથે જોડશે. સ્ટાર્ટઅપ્સ, ફિન્ટેક કંપનીઓ, ટેકનોલોજીસ્ટો, પ્રોડક્ટ ટીમો અને ડેટા ઇનોવેટર્સને UCB ઇકોસિસ્ટમ માટે બનાવેલા સોલ્યુશન્સ રજૂ કરવા આવકારવામાં આવે છે.
ભારત કો-ઓપથોન 2025નો ઉદ્દેશ UCBsને બેંકિંગ સિસ્ટમો અપગ્રેડ કરવા, જોખમનું વ્યવસ્થાપન વધારે અસરકારક રીતે કરવા અને કામગીરીઓને વધારે આધુનિક કરવા વાજબી ખર્ચે અસરકારક ડિજિટલ સોલ્યુશન્સ સાથે સજ્જ કરવાનો છે. સબમિટ તમામ સોલ્યુશન્સનું મૂલ્યાંકન પારદર્શક, ઇનોવેશન પર આધારિત માપદંડ-સંચાલિત પ્રક્રિયા, સલામતી અને નિયમનકારક પાલન, કામગીરી વધારવાની સક્ષમતા અને સ્થાપિત કરવાની વ્યવહારિકતા મારફતે થશે.
આ પહેલનો આશય નાણાકીય સર્વસમાવેશકતાને વધારવાનો, વહીવટી ધારાધોરણોને મજબૂત કરવાનો અને તમામ અર્બન કોઓપરેટિવ બેંકિંગ ક્ષેત્રમાં લાંબા ગાળાની ક્ષમતા ઊભી કરવાનો છે. તેમાં વધારે ભાર સાયબર સુરક્ષાના માળખા પર મૂકવામાં આવ્યો છે, જેમાં ડેટાની ગોપનીયતા, ગ્રાહકની સુરક્ષા અને નિયમનકારક પાલન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રોગ્રામ ક્ષેત્ર-મુજબ પ્રમાણીકરણને પ્રોત્સાહન પણ આપે છે તથા પ્રાયોગિક અને સંપૂર્ણપણે અમલીકરણ એમ બંને માટે ઇનોવેટર્સ અને બેંકો વચ્ચે કાયમી જોડાણ સ્થાપિત કરવાનો છે.
NUCFDCના સીઇઓ શ્રી પ્રભાત ચતુર્વેદીએ આ પહેલ વિશે કહ્યું હતું કે, “શહેરી કૉઓપરેટિવ બેંકો ભારતનાં નાણાકીય સર્વસમાવેશકતાના સંપૂર્ણ એજન્ડા માટે મહત્વપૂર્ણ સંસ્થાઓ છે તથા લાંબા સમયથી સમુદાય-આધારિત ધિરાણનું હાર્દ છે. જ્યારે મોટી UCBsએ ડિજિટલ ટેકનોલોજીનો સ્વીકાર કરવામાં મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે, ત્યારે ઘણી નાની અને મધ્યમ-કદની બેંકો મર્યાદિત ટેકનોલોજીકલ માળખા સાથે કામ કરી રહી છે. ભારત કો-ઓપથોન 2025નો ઉદ્દેશ ઉદ્દેશ-માટે-ફિટ ટેકનોલોજી સોલ્યુશન્સ સાથે UCBsને જોડીને આ ફરક દૂર કરવાનો છે, જેથી તેમની કામગીરી વધારે ઝડપી બને અને તેઓ વધારે અસરકારક રીતે ડિજિટલ આધુનિક સુવિધાઓ અપનાવી શકે.”
IIMA વેન્ચર્સના સીઇઓ અને મેનેજિંગ પાર્ટનર પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે, “અર્બન કોઓપરેટિવ બેંકો પરિવર્તન માટે સારી સ્થિતિમાં છે અને ભારત કો-ઓપથોન 2025 આધુનિક, મોટા પાયે અસરકારક રીતે કામ કરી શકે એવી ટેકનોલોજીઓ અપનાવવા પોતાના માટે માળખાબદ્ધ માર્ગ પ્રદાન કરશે. ઇનોવેટર્સને સ્થાપિત કરી શકાય એવા સોલ્યુશન્સ પ્રસ્તુત કરવા તથા વાસ્તવિક અને જોઈ શકાય એવી અસર ઊભી કરવા, ખાસ કરીને ભારતના વંચિત અને ઓછી આવક ધરાવતા વર્ગો માટે, UCBs સાથે અર્થસભર જોડાણ કરવા મંચ મળશે.”
આ પ્રોગ્રામ વિજેતા સોલ્યુશન્સને સહભાગી તમામ UCBsમાં પ્રાયોગિક ધોરણે અને કાયમી ધોરણે સ્થાપિત કરી શકાય તેવા સોલ્યુશન્સ રજૂ કરવાની તકો પૂરી પાડશે. આ પ્રોગ્રામ IIMA વેન્ચર્સના માપદંડ અને આચારસંહિતાને સુસંગત રીતે સીડ ફંડિંગ સપોર્ટ પણ પ્રદાન કરશે. સહભાગીઓને ઇન્ટરેક્ટિવ વર્કશોપ, હેકેથોન બૂટકેમ્પ અને નિષ્ણાતોના કોચિંગ સેશનમાંથી પણ લાભ મળશે, જેનો ઉદ્દેશ સોલ્યુશન્સને વધારે શ્રેષ્ઠ બનાવવાનો અને ચોક્કસ ક્ષેત્ર માટે પડકારોનું સમાધાન કરવાનો હોય છે.
