*રાગ ભૈરવી*
આમ તો આ રાગ ની જાણકારી થોડી વધુ ફુરસતે મુકવાની ઈચ્છા હતી કિન્તુ, અમુક મિત્રો ઈનબોક્સમાં સતત માંગણી કરતા હતા એટલે થોડીક ભૂમિકા સાથે અહીં રાગ ભૈરવી ને સમજીએ.
આપણા શાસ્ત્રીય સંગીતમાં જેટલા પણ રાગો છે તે દરેક રાગ પોતાની એક અલગ ઓળખ, પ્રકૃતિ, છાપ ધરાવે છે. રાગ ભૈરવી એ દીર્ઘકાલીન અસર છોડી જતો રાગ છે.
મિત્રો, રાગ વિવરણ વાંચવું એજ માત્ર ઉદેશ્ય ના રાખવો. સંગીતને માત્ર કર્ણપ્રિય સ્તરે સાંભળવા/માણવા કરતા એમા થોડા ઊંડા ઉતરવા પ્રયાસ કરશું તો મેડિટેશન નો આહલાદક અનુભવ મેળવી શકો.
અહીં જે ગીતો મુકવામાં આવે છે એ કોઈને કોઈ રાગ બેઇઝડ તો હોય જ છે. વિસ્તૃતિકરણ થી સમજાવવા પાછળ મારો એટલો જ ઉદ્દેશ્ય છે કે કઇંક કેટલા લોકોની મહેનત થકી એક કૃતિ નું સર્જન થતું હોય છે અને માત્ર કર્ણપ્રિય ના રહેતા હ્રદયસ્પર્શી પણ બની રહે છે. તેથી સરાહના સમગ્ર કૃતિ ના સર્જન પાછળ પોતાનું યોગદાન આપેલ દરેક વ્યક્તિ ની થવી જ જોઈએ.
રાગ ભૈરવી માં જે સર્જન થયું છે એમાં આધ્યાત્મિક બાબતોને સ્પર્શતી એવી કેટલીય રચનાઓ છે જે હૃદયના ખરા ઊંડાણ માંથી જ સર્જાય હોય.
મિત્રો, આખો આર્ટિકલ વાંચતા આપ રાગ ભૈરવી ની અવિશમરણીય જ છે. પ્રાર્થના નો સીધો અને સરળ અર્થ છે, જેવું છે તેવું શુભ’; જેવું છે તેવું સત્ય; જેવું દ્રષ્ટિ સમક્ષ આવે છે તેવું સુંદર. ઉપરોક્ત બાબતો થી અલગ પ્રાર્થના નો બીજો કોઈજ અલગ અર્થ ના હોય. આવા સમયેજ સાચું આસ્તિકપણું ઉદ્દભવે છે. ઈશ્વર તરફથી મારી પાત્રતા મુજબ જે પણ મળ્યું છે એનો હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. ઈશ્વર સમક્ષ કોઈ ફરિયાદ કે સલાહ સૂચનો જેવું કશું જ નહીં. માત્ર અને માત્ર સ્વીકારભાવ….એક એવો ભાવ ઉદ્દભવે કે ‘અંતર્ગલિતસર્વાશ’ અનુભવાય.
આપણી સર્વે આંતરિક આકાંક્ષા, આશા-નિરાશા, વાસના, બધુજ ઓગળી જાય અને વિસર્જિત થઈ જાય. આ છે રાગ ભૈરવી ના અમુક ગીતો નો મર્મ…
રાગ ભૈરવી આમ તો ગંભીર પ્રકૃતિનો રાગ કહેવાય છે. કિન્તુ એ એકદમ સરળ, મધુર અને સીધો જ હ્રદયશોશરવો ઉતરી જતો રાગ છે.
અત્યંત જૂની ફિલ્મ સ્ટ્રીટસિંગર નું ગીત બાબુલ મોરા નૈહર છૂટો ની જાય રાગ ભૈરવી ની અવિસ્મરણીય રચના છે. ઉપરોક્ત રાગ બેઇઝડ કેટકેટલીય અવિસ્મરણીય કૃતિઓનું સર્જન થયું છે.
૧) ફિલ્મ ગમન નું ગીત આપકી યાદ આતી રહી રાત ભર
૨) ફિલ્મ બ્લફમાસ્ટર નું ગીત એ દિલ અબ કહીં મત જા
૩) ફિલ્મ બોબી નું ગીત બેશક મંદિર મસ્જિદ તોડો
૪) ફિલ્મ સત્યમ શિવમ સુંદર નું ગીત ભોર ભયે પનઘટ પે
૫) ફિલ્મ અમરપ્રેમ નું ગીત ચીંગારી કોઈ ભડકે તો સાવન
૬) ફિલ્મ સુરસંગમ નું અવિસ્મરણીય ગીત ધન્યભાગ સેવા કા અવસર પાયા
૭) ફિલ્મ ગેમ્બલર નું ગીત જે આજેય કેટલાય પ્રેમીઓ ની લાગણી ને વાચા આપતુ ગીત છે. દિલ આજ શાયર હે ગમ આજ નગમાં હે
૮) નવી ફિલ્મ તશન નું ડિસ્કો ગીત દિલ ડાન્સ મારે
9) ફિલ્મ તિસરી કસમ નું ગીત દુનિયા બનાને વાલે કયા તેરે મન મેં
૧૦) ફિલ્મ માયા નું ગીત જા જાજા રે જા, ઉડ જારે પંછી
૧૧) ફિલ્મ તેરે મેરે સપને નું ગીત જૈસે રાધા ને માલા જપી શ્યામ કી
૧૨) ફિલ્મ સાથી નું ગીત મૈં તો પ્યાર સે તેરે પિયા માંગ સજાઉંગી
૧૩) ફિલ્મ મેરી સુરત તેરી આંખે નું ક્લાસિકલ ગીત નાચે મન મોરા મગન તીકતા ધીગી ધીગી
૧૪) ફિલ્મ લક બાય ચાન્સ નું ગીત સપનો સે ભરે નૈન
૧૫) ફિલ્મ ગુલામી નું ગીત તુમ્હારા દિલ યા હમારા દિલ
આ બધા ગીતો ઉપરાંત મેઘાણી ની અદ્ભૂત કૃતિ કસુંબીનો રંગ પણ રાગ ભૈરવી માં જ છે. તથા *ગુલામઅલી પ્રખ્યાત ગઝલ યે દિલ યે પાગલ દિલ મેરા પણ આજ રાગની બેનમૂન કૃતિ છે.
તો ચાલો મિત્રો, રાગ ભૈરવી ની કૃતિનું રસપાન કરીએ….
આરોહ સા રે (કોમળ) ગ (કોમળ) મ પ ધ (કોમળ) નિ (કોમળ) સા
અવરોહ સા નિ (કોમળ) ધ (કોમળ) પ મ ગ (કોમળ) રે (કોમળ) સા
વાદી ધ (કોમળ)
સંવાદી ગ (કોમળ)
જાતિ સંપૂર્ણ-સંપૂર્ણ
થાટ ભૈરવી
સમય પ્રાતઃકાળ
~~~~~~
Title : मैं तो प्यार से तेरे पिया माँग सजाऊँगी –
Film: Sathi
Music Director: नौशाद अली-(Naushad)
Lyricist: मजरूह सुलतान पुरी-(Majrooh)
Singer(s): लता मंगेशकर-(Lata Mangeshkar)
मैं तो प्यार से तेरे पिया माँग सजाऊँगी
तेरे अँगना ये सारी उमरिया बिताऊँगी
सज-धज के मैं सवेरे सवेरे
महकी महकी करती हूँ फेरे
लगती हूँ कैसे तू भी तो देखे
खोल दे अखियाँ साजन मेरे
तेरे हाथो.ब से ये घूँघट उठाऊँगी
तेरे अँगना ये …
तोहे रख लूँगी जिया में बसा के
देखूँगी फिर शीश झुकाके
घर को तेरे जान के मन्दिर
और मन्दिर में तुझे बिठा के
दिया गोरे गोरे तन का जलाऊँगी
तेरे अँगना ये…
આર્ટીકલ:- મૌલિક સી. જોશી