આજે લગભગ દરેક ઘરમાં ફ્રિજ હોય છે. ફ્રિજ વગર જીવન અધૂરું લાગે છે. પણ શું તમે જાણો છો કે તમારા આ ફ્રિજને દિવાલ સાથે અડાડીને રાખવાથી તેનું આયુષ્ય ઘટી શકે છે અને વીજળીનું બિલ પણ વધી શકે છે? આજે આપણે આ વિષય પર વાત કરીએ અને જાણીએ કે ફ્રિજને દિવાલથી કેટલું દૂર રાખવું જોઈએ.
ફ્રિજને દિવાલથી કેટલું દૂર રાખવું?
ફ્રિજના પાછળના ભાગમાં કોન્ડેન્સર કોઇલ (ગરમી છોડનારી પાઇપ) હોય છે. આ કોઇલને હવાનું પરિભ્રમણ જરૂરી છે જેથી ફ્રિજની અંદરની ઠંડક જળવાઈ રહે. જાણીતી કંપનીઓ જેમ કે Samsung, LG, Whirlpool અને Godrejના મેન્યુઅલમાં સ્પષ્ટ લખેલું હોય છે:- પાછળની તરફ (દિવાલથી): 10થી 15 સે.મી. (લગભગ 4થી 6 ઇંચ) અંતર રાખો.- બાજુની તરફ: 5થી 10 સે.મી. (2થી 4 ઇંચ) અંતર.- ઉપરની તરફ: 30 સે.મી. (1 ફૂટ) જગ્યા ખાલી રાખો.- આ અંતર ફ્રિજના મોડેલ પર આધાર રાખે છે, પણ સામાન્ય નિયમ એ જ છે કે હવા ફરી શકે તેટલી જગ્યા હોવી જોઈએ.
ફ્રિજને દિવાલ સાથે અડાડીને રાખવાથી શું નુકસાન થાય?
વીજળીનું બિલ વધેઃ કોન્ડેન્સર કોઇલ પરથી ગરમી બહાર નીકળી શકતી નથી. જેથી ફ્રિજનું કોમ્પ્રેસર વધુ મહેનત કરે છે, જેના કારણે વીજળી વધુ વપરાય છે. આ કારણે વીજળીનું બિલ પણ વધે છે.- ફ્રિજનું આયુષ્ય ઘટે: ફ્રિજને દિવાલ સાથે અડાડીને રાખવાથી ગરમી બહાર નીકળી શકતી નથી. તેથી વધુ ગરમીથી કોમ્પ્રેસર ઓવરહીટ થાય છે. જેનાથી ફ્રિજનું આયુષ્ય ઘટે છે.- ધૂળ અને ગંદકી જમા થાયઃ ફ્રિજની પાછળ જગ્યા ન હોવાથી સફાઈ થઈ શકે નહીં. આ કારણે કોઇલ પર ધૂળ જમા થઈ જાય છે. કોઇલ પર ધૂળ જમા થતાં કાર્યક્ષમતા 15-20% ઘટે છે.
શું કરવું જોઈએ?
ફ્રિજને દિવાલથી 10-15 સે.મી. દૂર રાખો. દર 3-4 મહિને પાછળની કોઇલ સાફ કરો (વેક્યુમ ક્લીનરથી). ફ્રિજને ઓપન જગ્યામાં મૂકો અથવા વોલ-માઉન્ટેડ રેક બનાવો.
