અકોટા વિધાનસભા વિસ્તારમાં ભણતા બાળકો માટે જાગૃતિનો ઉપક્રમ
વડોદરાઃ બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશન દ્વારા ભારતીય જનતા પાર્ટી વડોદરાના સહયોગથી અને અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ, બાળકોમાં સ્વસુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી “સ્વરક્ષણ તાલીમ શિબિર”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતુ.
વડોદરામાં 2 ઑગસ્ટ 2025ના રોજ અકોટા ખાતે માઁ ભારતી પ્રાથમિક શાળા ખાતે આયોજિત કાર્યક્રમમાં વોર્ડ 12ના ભાજપાના સભ્યોના સહયોગથી બાળકોએ “ગુડ ટચ અને બેડ ટચ” વિશે માહિતી મેળવી અને સુરક્ષિત રહેવા બાબતે શીખવવામાં આવ્યું હતુ. જ્યારે ગોત્રી ખાતે આવેલી શ્રી રવિશંકર મહારાજ સ્કૂલ, ચંદ્રમૌલેશ્વર મંદિર ખાતે વોર્ડ નંબર 10ના ભાજપા કાર્યકર્તાઓના સહયોગથી બાળકોને સ્વરક્ષણ અને આત્મવિશ્વાસ વધારવા માટે તાલીમ આપવામાં આવી હતી.
બંને શાળાઓમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આપત્તિના સમયે પોતાનું રક્ષણ કેવી રીતે કરવું એના સાદા અને સરળ ઉપાયો શીખ્યા હતા સાથેસાથે ગુડ ટચ બેડ ટચને લઇને માહિતી મેળવી હતી. આ કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી થકી વિદ્યાર્થી અને શિક્ષકોએ સમજદારીથી તાલીમ મેળવી.
કાર્યકર્મને પોતાનો સહયોગ આપવા બદલ બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશન ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, ભાજપા વોર્ડ નંબર 10 અને 12ના તમામ કાર્યકર્તાઓનો, શાળાના શિક્ષકો અને દાતાઓ તથા સ્વયંસેવકોનો હૃદયપૂર્વક આભાર માને છે, જેઓના સહયોગથી આ સશક્તિકરણ કાર્યક્રમ સફળ રહ્યો હતો.
બાળકોમાં સ્વજાગૃતિ લાવવી એ આજના યુગની સૌથી મોટી જરૂરિયાત છે. તેથી બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશનનો ઉદ્દેશ એકસાથે મળીને દરેક બાળકને સુરક્ષિત અને આત્મવિશ્વાસથી ભરેલું ભવિષ્ય આપવાનો છે.