વડોદરા: બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન દ્વારા આણંદ જીલ્લાના અંકલાવ તાલુકાની જીલોડ પ્રાથમિક શાળા ખાતે નિઃશુલ્ક આંખ ચકાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 6થી 8ના કુલ 90 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. શિબિરમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ શિક્ષકો અને બાળકોના માતા-પિતાએ પણ તેમની આંખોની તપાસ કરાવી. જેમને ચશ્માની જરૂર હતી, તેમને માત્ર ₹50ની નામમાત્ર કિંમતમાં ચશ્મા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા.
કેમ્પ દ્વારા વિધાર્થીઓને દૃષ્ટિ સંબંધી સમસ્યાઓની ઓળખ કરવામાં આવી અને તેમને યોગ્ય સારવારની સલાહ આપવામાં આવી. આંખોની તંદુરસ્તી વિદ્યાર્થીઓ માટે અભ્યાસ દરમિયાન મહત્વપૂર્ણ છે, આ પ્રકારની તબીબી સેવાઓ તેમને ભવિષ્યમાં વધુ સારી શૈક્ષણિક પ્રગતિમાં મદદરૂપ થાય છે.
બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન વિદ્યાર્થીઓના આરોગ્ય અને શિક્ષણ માટે સતત કાર્યરત છે અને ભવિષ્યમાં પણ આવી જ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરતું રહેશે. આ પ્રસંગે દેસાઈ આંખ હોસ્પિટલ, તરસાલીનો સહયોગ મળ્યો હતો.