અમદાવાદ : તાજેતરમાં વિયેતનામ ભારતીયોમાં અને એમાંય ગુજરાતીઓએ ભારે આકર્ષણ જમાવ્યું છે. છેલ્લાં કેટલાક સમયથી VietJet એરલાઈન્સ પાન ઈન્ડિયામાં મુંબઈ, દિલ્હી અને કોચીથી ઓપરેટ થઈ રહી છે અને અમદાવાદથી દરરોજ ફ્લાઈટ હેનોય અને સાયગોન (હો ચી મીન્હ સીટી) તરફ જાય છે. એક તબક્કે શરુઆતમાં મોટાભાગના પ્રવાસીઓ હેનોયથી ઈન્ડોનેશિયા દેશમાં આવેલા બાલી તરફ જતા હતા, પરંતુ છેલ્લાં કેટલાક સમયથી ભારતીય પ્રવાસીઓના મળેલા ભારે રીસ્પોન્સને કારણે તેઓએ ગત 23 ઓક્ટોબરથી દનાંગથી અમદાવાદ સપ્તાહમાં બે વખત ડાયરેક્ટ ફલાઈટ શરુ કરી છે.
વિયેતનામમાં ફરવાલાયક સ્થળો :પ્રવાસીઓ દનાંગ શહેરથી લગભગ 20 કિલોમીટરના અંતરે આશરે 1 કલાક દૂર બાના હિલ્સ પ્રવાસીઓની પહેલી પસંદ છે. બાના હિલ્સ પર આવેલા ગોલ્ડન બ્રિજની મૂલાકાત અચૂક લાભ લેતા હોય છે આ ઉપરાંત બાના હિલ્સ પર ગાર્ડન, પગોડા, ગેમ ઝોન, ફૂડ કોર્ટ, બીયર ફેકટરી પણ આવેલી છે. વિયેટનામના સન ગ્રુપ દ્વારા બાના હિલ્સ પર ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. અને તેની સાથે સાથે દનાંગ શહેરમાં દરિયા કિનારે આવેલી સૌ પ્રથમ ફુરામા બીચ રિસોર્ટસને સીધો લાભ મળશે. વિયેટનામ સરકાર અને હોંગકોંગ ઈન્વેસ્ટર દ્વારા સંચાલિત ફુરામા બીચ રિસોર્ટસમાં 1200થી વધુ રુમ અને 100થી વધુ વિલાનો સમાવેશ થાય છે.
દાનાંગની સૌથી જૂના ફુરામા બીચ રિસોર્ટસ ભારતીય પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહેશેઃ પ્રભાકર સિંઘ
અમદાવાદ, Furama બીચ રિસોર્ટસના કોમ્પ્લેક્સ ડિરેક્ટર ઓફ સેલ્સ એન્ડ માર્કેટિંગ પ્રભાકર સિંઘે જણાવ્યું હતું કે, આ હોટલના તમામ રૂમો ક્લાસિક છે અને તાજ હોલીડે રિસોર્ટસ અને તાજ મલાબારની રેપ્લિકા કહી શકાય. આ હોટલમાં પ્રવેશતાની સાથે જ તમે તાજ હોટલ જેવી ફીલ અનુભવશો. અમારી હોટલમાં 15 વર્ષથી જૂનો સ્ટાફ છે. આ ઉપરાંત, ઈન્ડિયન શેફનો પણ સમાવેશ કરેલ છે. સાથે સાથે વેજીટેરીયન તથા જૈન ફુડ પણ પીરસાય છે. અમે સ્પષ્ટ કહી શકીએ કે અમે ભારતીય ઈમોશનને સારી રીતે સમજી શકીએ છીએ. વર્ષ 2023-24માં 4 ટકાથી વધીને 8 ટકા પ્રવાસીઓની સંખ્યામાં વધારો ફુરામા બીચ રિસોર્ટસ પ્રવાસીઓને ભારતની સુપ્રસિધ્ધ હોટલ તાજ જેવી ફીલ કરાવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ફુરામા બીચ રિસોર્ટસમાં અમે વોટર સ્પોર્ટસ, કેસીનો, ડાઈવીંગ કલબ, વિયેટનામ કુકીંગ કલાસ, યોગા માસ્ટર સહિતની વિવિધ એક્ટિવિટીઓ પણ કરાવવામાં આવે છે. અમારા બીચ રિસોર્ટસમાં 15 થી 20 મીટીંગ રૂમ, કોર્ટયાર્ડનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, 4000 લોકો માટેનું ઈનડોર કન્વેન્શન સેન્ટર પણ ઉપલબ્ધ છે અને આઉટડોરમાં 50,000થી વધુ લોકોનુ પ્રસંગ કે કોન્સર્ટ પણ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવેલી છે. અંતમાં કહ્યું કે, વર્ષ 2022માં કોવિડ ખતમ થયા બાદ અમે ભારત સાથે કનેક્ટ થયા હતા. જેના પગલે 2023-24માં દનાંગમાં 70 ટકા ટુરીસ્ટનો વધારો થયો હતો. જોકે, વર્ષના અંત સુધીમાં પ્રવાસીઓની સંખ્યામાં ઔર વધારો થશે. જોકે, હેનોય અને હો ચી મીનમાં દનાંગ કરતાં પ્રવાસીઓની સંક્યા વધારે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ફુરામા બીચ રિસોર્ટસના કેમ્પસમાં આવેલા આરીયાના ટુરીઝમ કોમ્પલેક્ષના જનરલ મેનેજર આંદ્રેએ જણાવ્યું હતું કે,બાલી, હેનોઈથી ખૂબ નજીક છે. પરંતુ, હવે પ્રવાસીઓ દનાંગ તરફ વળ્યા છે.
આજે પણ હેનોય, હો ચી મીનથી સપ્તાહની 22 ફ્લાઈટ અમદાવાદ, મુંબઈ અને કોચીથી આવી રહી છે. અમદાવાદથી દાનાંગની ડાયરેકટ્ ફ્લાઈટ શરૂ થતાં જ આવનારા દિવસોમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે અને તેઓને ધ્યાને લઈને અમે ભારતીય ફુડને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે.
એક પ્રશ્નના ઉત્તરમાં આંદ્રેએ જણાવ્યું કે, આજે પણ કોરિયાથી દરરોજ 26 ફ્લાઈટ આવે છે એટલે કે કુલ પ્રવાસીઓના 55 ટકા કોરિયાના પ્રવાસીઓ છે. ત્યારબાદ, જાપાન, તાઈવાન, હોંગકોંગ, મલેશિયા, ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, બાલીનો સમાવેશ થાય છે. ભારતીય પ્રવાસીઓનો અચાનક વધારો થતાં અમે આ તકનો લાભ લેવા માગીએ છીએ. અંતમાં કહ્યું કે, પ્રથમ તબક્કામાં એક સપ્તાહમાં 26 ફ્લાઈટ ભારતથી વિયેટનામ આવી રહી છે. ત્યારે બીજા તબક્કામાં અમે 50થી 60 ફ્લાઈટ કરવાની દરખાસ્ત કરેલ છે તે અંગે ઈન્ડિયન એમ્બેસી અને વિયેતનામ સરકાર વચ્ચે વાટાઘાટો ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.
આરિયાના કન્વેન્શન સેન્ટર (એસીસી), પ્રથમ અને એકમાત્ર દરિયા કિનારે સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર, સત્તાવાર રીતે ઓક્ટોબર 2017 ના રોજ ખોલવામાં આવ્યું. સોવિકો હોલ્ડિંગ્સની માલિકીનું અને 20 વર્ષથી વધુના અનુભવ સાથે ફુરામા રિસોર્ટ ડાનાંગ દ્વારા સંચાલિત, ACC સુવિધાજનક થાંભલા વિનાનો ગ્રાન્ડ બૉલરૂમ સુવિધા આપે છે. , એક વિશાળ પ્રદર્શન ફોયર અને છ ફંક્શન રૂમ 2,500 જેટલા લોકો માટે કેટરિંગ છે.
આરિયાના કન્વેન્શન સેન્ટર (ACC) નું નિર્માણ દાનાંગમાં આયોજિત 25મી એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC)ની જરૂરિયાત માટે કરવામાં આવ્યું છે. તેણે APEC 2017 મીટિંગનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, જેમાં સભ્ય દેશોના 21 નેતાઓ તેમજ મુખ્ય સાહસોના 15,000 પ્રતિનિધિઓ અને આંતરરાષ્ટ્રીય મીડિયાના 6,000 સભ્યોએ હાજરી આપી હતી.
વિયેતનામનું ભૌગોલિક અને ઐતિહાસિક મહત્વ
વિયેતનામ, જેનું ક્ષેત્રફળ લગભગ 331,000 ચોરસ કિલોમીટર (128,000 ચોરસ માઇલ) છે અને તેની વસ્તી 100 મિલિયનથી વધુ છે. તે વિશ્વનો પંદરમો-સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. દક્ષિણ-પૂર્વ એશિયાના બે માર્ક્સવાદી-લેનિનવાદી રાજ્યોમાંથી એક, વિયેતનામ ઉત્તરમાં ચીન અને પશ્ચિમમાં લાઓસ અને કંબોડિયા સાથે જમીનની સરહદો વહેંચે છે.
તે થાઇલેન્ડના અખાત દ્વારા થાઇલેન્ડ સાથે અને દક્ષિણ ચીન સમુદ્ર દ્વારા ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને મલેશિયા સાથે દરિયાઇ સરહદો વહેંચે છે. તેની રાજધાની હનોઈ છે અને તેનું સૌથી મોટું શહેર હો ચી મિન્હ સિટી છે (સામાન્ય રીતે સૈગોન તરીકે ઓળખાય છે). 17મી અને 18મી સદીઓ દરમિયાન, વિયેતનામને અસરકારક રીતે ડાંગ ટ્રોંગ અને ડાંગ નગોઈના બે ડોમેન્સમાં વહેંચવામાં આવ્યું હતું. Nguyễn-છેલ્લો શાહી રાજવંશ-1883માં ફ્રાન્સને આત્મ સમર્પણ કર્યું. 1887માં, તેનો પ્રદેશ ત્રણ અલગ-અલગ પ્રદેશો તરીકે ફ્રેંચ ઈન્ડોચિનામાં એકીકૃત કરવામાં આવ્યો.
બીજા વિશ્વ યુદ્ધ પછી, સામ્યવાદી ક્રાંતિકારી હો ચી મિન્હની આગેવાની હેઠળના રાષ્ટ્રવાદી ગઠબંધન વિયેત મિન્હે ઓગસ્ટ ક્રાંતિની શરૂઆત કરી અને 1945માં જાપાનના સામ્રાજ્યથી વિયેતનામની સ્વતંત્રતા જાહેર કરી હતી. સામ્યવાદી ક્રાંતિકારી હો ચી મિન્હના નામ પરથી દક્ષિણ વિયેટનામમાં આવેલા સાયગોનનું નામ હો ચી મિન્હ કરવામાં આવ્યું. હનોઈ વિયેટનામની ઉત્તરે આવેલી રાજધાની છે અને નજીકમાં જ પર્વતમાળા હોવાને કારણે તેની માંગ પહેલાથી જ છે. આ ઉપરાંત હનોઈથી હલોંગ-બે દરિયામાં ક્રુઝની સફર પ્રખ્યાત છે.
આ પણ વાંચો : વિયેતજેટ એરના ડાયરેક્ટ રૂટનો પ્રારંભ, પ્રવાસીઓનું ભવ્ય સ્વાગત