અમદાવાદ To ડા નાંગ : વિયેતજેટ એરના ડાયરેક્ટ રૂટનો પ્રારંભ, પ્રવાસીઓનું ભવ્ય સ્વાગત

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ : ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય પેસેન્જર્સ એમ બન્નેની વધી રહેલી મુસાફરી માંગને પહોંચી વળવા માટે પોતાના નેટવર્કમાં વિસ્તરણ કરવાનું ચાલુ રાખતા VietJet આજે વિયેતનામના આકર્ષક દરિયાઇ શહેર એવા ડા નાંગ સાથે અમદાવાદ, ભારતને જોડતી પોતાની નવા ડાયરેક્ટ રુટની શરૂઆત કરી હોવાની ઘોષણા કરી છે. તેની ઉદઘાટક ફ્લાઇટને બન્ને શહેરોના લોકો દ્વારા ઉષ્માભર્યો આવકાર આપવામાં આવ્યો હતો, જે ભારત અને વિયેતનામ વચ્ચે કનેક્ટિવીટી વધારવામાં સરાહનીય પગલુ છે.

WhatsApp Image 2024 10 25 at 11.13.50

અમદાવાદ થી ડા નાંગ રૂટ દર અઠવાડિયે બે રિટર્ન ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવશે, જે VietJet ના હાલના આઠ રુટ્સમાં વધારો કરે છે અને બન્ને દેશો વચ્ચે સાપ્તાહિક 60 ફ્લાઇટ્સ ધરાવશે. નવો રૂટ ભારત અને વિયેતનામ વચ્ચે અર્થતંત્ર, પ્રવાસન અને સાંસ્કૃતિક વિનિમય કરશે, જે બે પ્રદેશો વચ્ચેના જોડાણને વધુ મજબૂત બનાવશે. એરલાઇન હનોઇ, હો ચી મિન્હ સિટી અને ડા નાંગને નવી દિલ્હી, મુંબઇ, અમદાવાદ અને કોચી સહિતના મોટા ભારતીય શહેરોને જોડતા ડાયરેક્ટ રુટ્સનું સંચાલન કરવામાં અગ્રણી છે.

ડા નાંગથી અમદાવાદની ફ્લાઇટ દર બુધવારે અને શનિવારે – 19:10 (સ્થાનિક સમય)એ ઉપડશે, અને 23:25 (સ્થાનિક સમય)એ લેન્ડ કરશે, તેજ રીતે અમદાવાદથી દર ગુરુવારે અને રવિવારે 00:25 (સ્થાનિક સમય) પરત ફરશે, અને 6.55 (સ્થાનિક સમય)એ ડા નાંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ કરશે. પેસેન્જર્સ એરલાઇનના સતત પ્રોત્સાહન, આધુનિક એરક્રાફ્ટ અને વિવિધ પ્રકારના ભોજન સહિત સિગ્નેચર સર્વિસીઝ માણી શકશે.

WhatsApp Image 2024 10 25 at 11.15.52

અમદાવાદ ગુજરાતનું મોટુ શહેર છે અને તે પોતાના સાંસ્કૃતિક વારસા, આઇકોનિકલ સીમાચિન્હો અને ગતિશીલ કલીનરી સીન માટે જાણીતુ છે. ડા નાંગ તેના સુંદર દરિયાકિનારાઓ અને મનોરમ્ય સ્થળો માટે જાણીતુ છે, ડા નાંગ વિયેતનામનુ ખુબ જ સુંદર અને રહેવાલાયક અને મધ્ય વિયેતનામના સાંસ્કૃતિક ખજાનાનો ગેટવે છે.

VietJet સાથે બેસ્ટ ફરવાલાયક સ્થળોની શોધ માટે આજે જ તમારી ટિકીટ્સ http://www.vietjetair.com પર અથવા VietJet મોબાઇલ એપ દ્વારા બુક કરાવો!

આ પણ વાંચો :  શું તમે વિયેતનામ પ્રવાસનો પ્લાન બનાવી રહ્યાં છો? અહીં મેળવો તમામ માહિતી જે તમે જાણવા માંગો છો  

Share This Article