મુંબઇ: પોતાની વૈશ્વિક સ્તરની 129મી અને ભારતમાં 24મી વર્ષગાંઠ પ્રસંગે, Škoda ઓટો ઇન્ડિયાએ ભારતમાં Škoda Kodiaq લક્ઝરી 4×4ની સાતમી વર્ષગાંઠની બીજી સિદ્ધિની પણ ઉજવણી કરી રહી છે. આ બાબત કંપનીની તાજેતરની 2025ની તેની ઓલ ન્યુ કોમ્પેક્ટ એસયુવીની કરેલી ઘોષણા અને ભારતમાં વિસ્તરણ અને વૃદ્ધિની તેની યોજનાઓ ઉપરાંતની છે. આ ઘોષણા સમયે સંબોધન કરતા Škoda ઓટો ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર પેટ્ર જાનેબાએ જણાવ્યુ હતુ કે: “Kushaq અને Slavia ભારતમાં અમારી વૃદ્ધિને આગળ ધપાવે છે, ત્યારે અમારી પ્રિમીયમ લક્ઝરી પ્રોડક્ટ્સ જેમ કે Kodiaq પણ અમારા માટે અગત્યની છે. Kodiaq બ્રાન્ડને વૈશ્વિક સ્તરે અને ભારતમાં મજબૂત બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. અદભૂત ડિઝાઇન અને ટેકનોલોજી, કંફોર્ટ, લક્ઝરી અને મૂલ્ય જે Kodiaq દ્વાર ઓફર કરવામાં આવે છે તે અમારી ક્ષમતાઓના પથદર્શક તરીકેની ભૂમિકા બજાવે છે. ભારતમાં Kodiaqની સૌપ્રથમ રજૂઆત કરી તેને સાત વર્ષ થયા છે અને આ SUV જે પ્રભુત્વ ધરાવે છે તેની અડગ માંગથી અમે અત્યંત ખુશ છીએ. તે અમારા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રોડક્ટ છે અને અમારા SUV સેગમેન્ટમાં પ્રવેશનું ચિહ્ન છે. અમે ભારતમાં Škoda પરિવારોમાં વૃદ્ધિ કરવાની અપેક્ષા સેવતા હોવાથી અમારે આ અગત્યની સિદ્ધિની અમારા ગ્રાહકો સાથે ઉજવણી કરવી છે.”
ફેસ્ટીવિટીઝ (તહેવારમય વાતાવરણ)
Kodiaqની 7મી વર્ષગાંઠ નિમિત્તે, Škoda ઓટો ઈન્ડિયાએ Kodiaq પર 7% લાભની અત્યંત મર્યાદિત સમયગાળાની ઓફરની જાહેરાત કરી છે. આ ઑફર 18 જુલાઈ, 2024ના રોજથી શરૂ થાય છે, જે એક સપ્તાહ સુધી એટલે કે 24 જુલાઈ, 2024 સુધી ચાલશે. કંપની વિવિધ પ્રોડક્ટ્સ પર, અલગ અલગ 24 મહિને ભારતમાં 24મી વર્ષગાંઠની ઉજવણીરૂપે 24 કલાકની ઓફર્સ આપી રહી છે. 18મીથી 24મી જુલાઈ દરમિયાન જાહેર કરાયેલ 7% ફાયદો, 24 વર્ષની વર્ષગાંઠની પ્રવૃત્તિઓની પણ યાદગીરી છે.
કેમ્પેનની શરૂઆત
આ કેમ્પેન 18 જુલાઈના રોજ શરૂ થશે અને 24 જુલાઈ સુધી ખાસ કરીને Škoda ઓટો ઈન્ડિયા વેબસાઈટ પર ચાલશે. ગ્રાહક લાભમાં વિશેષ નાણાકીય ઑફરો, તેમજ સેવા અને વૉરંટી પૅકેજનો સમાવેશ થશે. આ મર્યાદિત સમયગાળા દરમિયાન Kodiaqનું બુકિંગ કરનારા ગ્રાહકો બે વર્ષના સ્ટાન્ડર્ડ મેન્ટેનન્સ પેકેજના લાભોનો આનંદ માણશે. Kodiaq પહેલેથી જ ચાર વર્ષની વોરંટી સાથે આવે છે. તેની સાતમી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે, ખરીદદારોને પાંચમા વર્ષની વિસ્તૃત વોરંટી પણ મળશે.