જામનગર પંથકના હૃદયરોગના દર્દીઓ માટે સતત કાર્યશીલ તથા મોખરે રહેતી બરોડા હાર્ટ ઇન્સ્ટિયુટ ફરીએકવાર હૃદયના જટીલ રોગની સારવાર માટે અત્યાધુનિક પધ્ધતિનો ઉપયોગ કરી દર્દીના હૃદયની નળીમા રહેલા સખત કઠણ બ્લોકેજનું સફળ ઓપરેશન કરી દર્દીને નવજીવન આપેલું છે.
જામનગર : તાજેતરમાં ૨ ફેબ્રુઆરીના રોજ બરોડા હાર્ટ ઇન્સ્ટિયુટ-જામનગર ખાતે એક ૭૧વર્ષીય વૃધ્ધ દર્દીને છાતીનો દુખાવો થતા સારવાર માટે દાખલ કરેલા હતા. દર્દીને હૃદયરોગની તપાસ માટે એન્જીઓગ્રાફી રોપોર્ટ કરવામા આવેલો. આ એન્જીઓગ્રાફીનીતપાસ દરમિયાન હૃદય ને લોહી પહોચાડતી મુખ્ય નળી માં ૯૦-૯૫%નો જોખમી બ્લોકેજ નું નિદાન કરવામા આવેલું. એટલું જ નહિપરંતુ આ બ્લોકેજ ખુબ જ સખત તથા કેલ્શિયમ થી ભરપુર હોવાનું જાણ થયેલું. બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યુટના અનુભવી તથા નિષ્ણાંત કાર્ડિઓલોજિસ્ટડો. ભૂષણ કંટાલે અને ડૉ. મહેશ બસર્ગેની ટીમ દ્વારા આ સખત કેલ્શિયમવાળા બ્લોકેજ ધરાવતા દર્દીમાં Rota Ablation (આધુનિક તકનીક) નો ઉપયોગ કરી આ જટિલ એન્જીઓપ્લાસ્ટી ઓપરેશન સફળતાપૂર્વક કરવામા આવ્યુ હતું.
આ પ્રકારના બ્લોકેજ ખૂબ ચૂના જેવા કઠણ અને જટિલ હોવાથી દર્દીના એન્જીયોપ્લાસ્ટી (સ્ટેન્ટ બેસાડવાના) ઓપરેશમાં ખૂબ અડચણરૂપહોય છે. તથા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા સ્ટેન્ટ અને બલૂન આ પ્રકારના સખત બ્લોકેજને દૂર કરવામા સક્ષમ હોતા નથી જેથી મોટા ભાગના દર્દીઓને કોરોનરીબાયપાસ (ઓપન હાર્ટ સર્જરી) ઓપરેશન કરવાની ફરજ પડે છે. આ પ્રકારના જટિલ કેલ્શિયમયુક્ત બ્લોકેજ સામાન્ય રીતે વધુ ઉંમરવાળા દર્દીઓ, ડાયાબિટિસ તથા કિડનીની બીમારીવાળા દર્દીઓમાં જોવા મળે છે તથા હદય સાથે સંકળાયેલા આ બધા રોગગ્રસ્ત દર્દીનું કોરોનરીબાયપાસ ઓપરેશન પણ જોખમી હોય છે. પરંતુ વિકસતી જતી ટેકનોલોજી આ પ્રકારના સખત કેલ્શિયમ વાળા બ્લોકેજને દૂર કરી સ્ટેન્ટ મુકવાની પ્રક્રિયા સફળ કરવામાં સક્ષમ હોઈ છે. જેમ કે Rota Ablation (રોટા એબ્લેશન)ની પ્રક્રિયામાં બ્લોકેજ ને દૂર કરવા માટે વિશેષ પ્રકારના બલૂન તથા હીરાજડિત ડ્રિલ (Diamond Burr) હોઈ છે.
આ વિશિષ્ટ પ્રકારનુ ડ્રિલ (Diamond Burr) ખુબ જ સૂક્ષ્મતથા હદયની નડીની અંદર પહોંચી બ્લોકેજ માં રહેલા કેલ્શિયમ ને દૂર કરે છે. આ ડ્રિલ (Diamond Burr) ૧,૫૦,૦૦૦-૧,૮૦,૦૦૦RPM ની ઝડપ થી ડ્રિલિંગની પ્રક્રિયા કરી નળીમાં રહેલા કેલ્શિયમ ને કાપી અને દૂર કરે છે. જેથી સ્ટેન્ડ મુકવાની પ્રક્રિયા સરળ બને છે. તાજેતરમાં આ અત્યાધુનિક ટેકનોલોજીને જામનગર સ્તરે સફળ રીતે ઉપયોગમા લાવી દર્દીનુ એન્જીઓપ્લાસ્ટીનું ઓપરેશન કરવા માટે બરોડા હાર્ટ ઇન્સ્ટિટયુટની ટીમને ખૂબ ખૂબ અભિનંદન.