વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા ગુરૂનું આચરણ આદર્શ હોવું જાેઈએ. આ વાત આપણે બધા જ જાણીએ છીએ. પરંતુ તાપીમાં ઉચ્છલના સુંદરપુરની પ્રાથમિક શાળામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષક ક્લાસમાં દારુ પીને પડી રહેતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. શાળામાં શિક્ષક ભણાવવાને બદલે વિદ્યાર્થીઓને દારુ લેવા મોકલતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. શિક્ષકની બદલી કરવા વાલીઓની શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા ૩ વર્ષથી શિક્ષક ક્લાસમાં દારુ પીને પડ્યા રહેતા હોવાની ગ્રામજનોએ રજૂઆત કરી છે. બીજી તરફ આ અગાઉ બનાસકાંઠાના દાંતા તાલુકાની ચીખલા પ્રાથમિક શાળામાં શિક્ષક નશાની હાલતમાં જાેવા મળ્યો હતો. શિક્ષક અજય પટેલ રીતસરનો લથડિયા ખાતો જાેવા મળ્યો હતો. અને શાળાની અન્ય મહિલા શિક્ષક સાથે કોઈ મુદ્દે ઝઘડો કરવા લાગ્યો હતો.
Anal Kotak Celebrates Women Police Constables and Officers of SHE TEAM
Ahmedabad: Anal Kotak has become a well-known name among food enthusiasts. To further delight the citizens with exquisite cuisine, she...
Read more