નવીદિલ્હી : કેન્દ્ર સરકાર સંરક્ષણ ક્ષેત્રમાં આર્ત્મનિભરતાને મોટું પ્રોત્સાહન આપવા જઈ રહી છે અને તેનાથી દુશ્મનોની ચિંતા વધી જશે. સંરક્ષણ વિભાગે કહ્યું કે સરકારે બે મેગા કોમ્બેટ ફાઈટર પ્લેન અને લાઇટ હેલિકોપ્ટર ડીલ સહિત લગભગ ૨ લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ પર એક બેઠક યોજી છે. આ બેઠકમાં સ્વદેશીકરણથી લઈને સૈન્ય અંગો સુધીના ઘણા મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આગેવાનીમાં યોજાયેલી આ હાઈ-પ્રોફાઈલ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં મોટો ર્નિણય લેવામાં આવ્યો હતો. જેમાં ત્રણેય સેનાના ટોચના સૈન્ય અધિકારીઓએ હાજરી આપી હતી.. આ મીટિંગના એજન્ડામાં સમાવિષ્ટ પ્રોજેક્ટ્સમાં 97 હળવા કોમ્બેટ એરક્રાફ્ટ માર્ક 1A ખરીદવા અને 84 SU30 MKIને અપગ્રેડ કરવાનો ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો સોદો સામેલ છે. આ બંને પ્રોજેક્ટને મેક ઈન ઈન્ડિયા તરીકે લાગુ કરવાની યોજના છે. મેક ઈન ઈન્ડિયા ભારતીય સૈન્ય ઉદ્યોગ માટે વિશાળ નિકાસ શક્યતાઓના દરવાજા ખોલવાની પણ અપેક્ષા છે. સંરક્ષણ મંત્રાલયનો બીજાે પ્રોજેક્ટ ૧૫૬ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડને હસ્તગત કરવાની યોજના છે. તેને બે ભાગો એટલે કે આર્મી અને એરફોર્સ વચ્ચે વહેંચવામાં આવશે. યોજનામાં 400 ટાવર આર્ટિલરી ગન સિસ્ટમ ખરીદવાનો પણ સમાવેશ થાય છે, તેની પાછળ મોટો ખર્ચો છે જે રુ. ૬,૫૦૦ કરોડ થવાની સંભાવના છે. બેઠકમાં ચર્ચા માટે ભારતીય સેના પાસે એસોલ્ટ રાઈફલ્સ અને બખ્તરબંધ અંગત જહાજાેની ખરીદી સંબંધિત પ્રસ્તાવ પણ છે.. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભારતીય નૌકાદળ માટે સ્વદેશી મધ્યમ રેન્જની સપાટીથી હવામાં મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમ પણ સ્વદેશીકરણ માટેના એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો એક ભાગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વદેશી સંરક્ષણ પ્રણાલીના અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે. સંરક્ષણ પ્રધાનની આગેવાની હેઠળની બેઠકમાં, સ્વદેશીકરણના ઘણા રસ્તાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને દળોને તેમની નિર્ણાયક જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ સ્વદેશી રીતે વિકસિત અને ડિઝાઇન કરેલા ઉપકરણોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. સ્વદેશીકરણના માર્ગે ચાલીને ભારત વિશ્વમાં શસ્ત્રોના સૌથી મોટા આયાતકારના ટેગમાંથી મુક્ત થવામાં પણ સફળ રહ્યું છે.
મલ્હાર ઠાકર અભિનિત ગુજરાતી ફિલ્મ “જય માતાજી: લેટ્સ રોક” નો ફર્સ્ટ લૂક આઉટ!
Gujarati Movie first look : ગુજરાતી સિનેમાના ચાહકો માટે એક મજેદાર ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે "જય માતાજી:...
Read more