ગુજરાત યુનિવર્સિટીને માસ્ટર ડિગ્રીની સેમેસ્ટર પરીક્ષાનું જાણેકોઈ મૂલ્ય ન હોઈ તેમવધુ એક વાર હાથથી લખેલા પેપરો વિદ્યાર્થીઓને અપાયા છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો અને આ મુદ્દે વિદ્યાર્થીઓએ યુનિ.ને ઉગ્ર રજૂઆત પણ કરી હતી.
ગુજરાત યુનિ.ની હાલ ચાલી રહેલી યુજી-પીજીની વિવિધ સેમેસ્ટરની પરીક્ષામાં આજે એમ.એ સેમેસ્ટર ૨ની એનવાયરોમેન્ટલ હિસ્ટ્રી ઓફ ઈન્ડિયાનું પેપર હતું. આ ૭૦ માર્કસની પરીક્ષા હતી અને યુનિ.ની ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષા હતી.આટલી મહત્વની પરીક્ષા હોવા છતાં પણ યુનિ.ના પરીક્ષા વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને હાથથી લખેલું પેપર આપવામા આવ્યુ હતું.
યુનિ.એ સમયના અભાવે વિદ્યાર્થીઓને કોમ્ય્યુટર પ્રિન્ટિંગ સાથેનું પેપર આપવાને બદલે મેનું સ્ક્રિપ્ટની જ ઝેરોક્ષ કરીને વિદ્યાર્થીઓને આપી દીધી હતી.યુનિ.દ્વારા હંમેશા સેમેસ્ટર પરીક્ષાઓમાં જે વિષયમાં ઓછા વિદ્યાર્થીઓ હોય તે વિષયમાં હાથથી લખેલા પેપર જ આપી દેવાય છે અને જેમાં વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડતી હોય છે.
નિયમ પ્રમાણે એક વિદ્યાર્થી હોય તો પણ યુનિ.એ પેપર પ્રિન્ટ કરેલુ જ આપવુ પડે.આજની પરીક્ષામાં હાથથી લખેલા પેપર મળતા વિદ્યાર્થીઓ આ બાબતે યુનિ.ના પરીક્ષા વિભાગને પણ ઉગ્ર રજૂઆત કરી હતી.