અમદાવાદઃ જાહેર માર્ગો પર રખડતા ઢોરના કારણે અનેક દુર્ઘટનાઓનો શિકાર લોકો બની ચૂક્યાં છે, કોઇને ઈજાઓ પહોંચી છે, તો કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ માટે એએમસી દ્વારા ઢોર ત્રાસ અંકુશ વિભાગ કામ કરે છે. પરંતુ આ વિભાગ નક્કર કામગીરી ન કરતો હોવાની પ્રતિતિ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જોવા મળી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઢોર ત્રાસ અકુંશ વિભાગ માત્ર કાગળ પર કામ કરતો હોવાની પ્રતિતિ કરવાતા દ્રશ્યો જોવા મળ્યા, કે જેમાં જાહેર રસ્તા પર ગાયોના ઘણ જોવા મળી રહ્યાં છે. એકતરફ જ્યાં ચોમાસાએ દસ્તક દેતા જ રસ્તાની આસપાસ ગંદકી અને કાદવથી બચવા માટે આ ગાયો રસ્તાની વચોવચ આવી જતી હોય છે, જ્યારે બીજી તરફ રાહદારીઓ અને વાહનચાલકોને સતત ભયના ઓથાર હેઠળ આ ગાયોથી બચવા સંભાળીને ચાલવા અને વાહનો હંકારવાની ફરજ પડી રહી છે.