ઐતિહાસિક જહાજ ટાઈટેનિકના કાટમાળને પ્રવાસીઓ સુધી લઈ જતી પ્રવાસી સબમરીન હજુ પણ ગુમ છે. ગુરુવારની સવાર સુધી પણ તેમાં બાકીનો ઓક્સિજન ખતમ થવાની સંભાવના છે. આ દરમિયાન કેનેડાના એક વિમાને પાણીની અંદરથી સબમરીન ‘સબમર્સિબલ’નો અવાજ સાંભળવાનો દાવો કર્યો છે. યુએસ કોસ્ટ ગાર્ડે આ જાણકારી આપી છે. ગુમ થયેલા ‘સબમર્સિબલ’માં પાંચ લોકો સવાર છે. આ માણસો એક સદી કરતા પણ વધુ સમય પહેલા ડૂબેલા જહાજ ‘ટાઈટેનિક’ના કાટમાળનું દસ્તાવેજીકરણ કરવાના મિશન પર નીકળ્યા હતા. યુએસ કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર કેનેડાના પી-૩ એરક્રાફ્ટને અવાજ મળ્યા બાદ સર્ચ ઓપરેશનનું લોકેશન બદલવામાં આવ્યું છે. બચાવ કર્મીઓને હજુ સુધી કંઈ મળ્યું નથી, પરંતુ સર્ચ ઓપરેશન ચાલુ છે.
ગુરુવારે સવાર સુધીમાં જહાજમાં ઓક્સિજન સમાપ્ત થવાની ધારણા હોવાથી બચાવકર્તાઓ ઝડપી કામગીરી હાથ ધરી રહ્યા છે.‘યુએસ એર મોબિલિટી કમાન્ડ’ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બફેલો, ન્યૂયોર્ક, સેન્ટ જોન્સ, ન્યૂફાઉન્ડલેન્ડથી કમર્શિયલ સબમરીન અને સહાયક સાધનોને ખસેડવામાં મદદ કરવા માટે ત્રણ યુએસ સૈન્ય ઝ્ર-૧૭ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ તૈનાત કરવામાં આવ્યા છે. કેનેડિયન સૈન્ય અનુસાર, તેણે એક પેટ્રોલિંગ એરક્રાફ્ટ અને બે જહાજો પૂરા પાડ્યા છે, જેમાંથી એક ડાઇવિંગ દવામાં મેડિસિનમાં નિષ્ણાત છે. તેણે ટાઇટનનો કોઈપણ અવાજ સાંભળવા માટે ‘સોનાર પ્લવ’ પણ મોકલ્યો છે.‘ડાઇવિંગ મેડિસિન’એ પાણીની અંદરના વાતાવરણમાં પ્રવેશતા વ્યક્તિઓને સારવાર અને તબીબી સહાયની જોગવાઈનો ઉલ્લેખ કરે છે. ‘ટાઈટન’ નામની કાર્બન-ફાઈબર ‘સબમર્સિબલ સબમરીન’એ ‘ઓશનગેટ એક્સપિડિશન્સ’ના અભિયાનનો એક ભાગ છે.