બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત દમદાર એક્ટિંગ માટે ખ્યાતનામ છે. તેમજ તે નિવેદન માટે ફેમસ છે. છેલ્લા ઘણા સમયથી કંગના રનૌત અનેક બાબતોમાં પોતાનું મંતવ્ય આપે છે. આ દરમિયાન હવે કંગનાએ બોલીવુડમાં અપાતી ફી અંગે વાત કરી છે. તેણે દાવો કર્યો છે કે, બોલીવુડમાં પુરુષ કલાકાર જેટલું જ વેતન મેળવનાર તે એક માત્ર અભિનેત્રી છે. કંગના રનૌતે પ્રિયંકા ચોપરાના વિડીયો પર પ્રતિક્રિયા આપી છે. તેણે પે પેરિટી મુદ્દે વાત કરી છે. કંગના રનૌતે દાવો કર્યો છે કે, તે પહેલી એવી અભિનેત્રી છે, જેણે ઈન્ડસ્ટ્રીમાં પે પેરિટી માટે લડાઈ લડી છે. તે જણાવે છે કે, ઘણી ટોચની એક્ટ્રેસ ફ્રીમાં કામ કરે છે અથવા તે અભિનેત્રીઓએ પોતાના રોલ માટે ઘણી ફેવર્સ પણ કરવાના રહે છે. કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પ્રિયંકા ચોપરાનો વિડીયો શેર કર્યો છે, જેમાં તે બોલીવુડમાં હીરો અને હિરોઈનને મળતી ફી વિશે જણાવે છે.
આ વિડીયોમાં પ્રિયંકા ચોપરા જણાવી રહી છે કે, ૬૦ ફિલ્મ કરવા છતાં પુરુષ કલાકારની સરખામણીએ માત્ર ૧૦ ટકા જ વેતન આપવામાં આવે છે. કંગના રનૌતે આ બાબતે રિએક્શન આપ્યું છે. કંગના રનૌતે ઈન્સ્ટા સ્ટોરી પર જણાવ્યું છે કે, મહિલાઓ પુરુષોએ બનાવેલ નિયમો સામે નતમસ્તક થઈ જાય છે. મે બોલીવુડમાં પે પેરિટી સામે લડાઈ લડી છે. મે જે રોલ માટે લડાઈ હતી તેવા રોલ કેટલીક અભિનેત્રીઓએ ફ્રીમાં જ કર્યા હતા. જેનું કારણ છે કે, અભિનેત્રીઓ એવું માનતી હતી કે, ક્યાંક આ રોલ યોગ્ય વ્યક્તિને ના મળી જાય. બાદમાં તેઓએ બોલીવુડમાં તેમને સૌથી વધુ પૈસા મળતા હોવાના આર્ટિકલ રિલીઝ કરાવ્યા હતા. કંગના રનૌતે દાવો કર્યો છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માત્ર તે એક એવી અભિનેત્રી છે, જેને પુરુષ કલાકાર જેટલા જ પૈસા મળે છે. કંગના રનૌત આ બાબતે જણાવે છે કે, ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તમામ લોકો જાણે છે કે, એકમાત્ર હું જ એવી અભિનેત્રી છું, જે પુરુષ કલાકાર સમાન જ ફી લઉ છું.’ અહીં ઉલ્લેખનીય છે કે, કંગના રનૌત ટૂંક સમયમાં ફિલ્મ ‘ઈમરજન્સી’માં જોવા મળશે. ઉપરાંત ફિલ્મ ‘તેજસ’માં પણ જોવા મળશે. આ બે ફિલ્મોને લઈ કંગના રનૌત ખૂબ જ ઉત્સાહિત છે.