“સમયને પગ નથી પણ એ બહુ ઝડપથી ચાલે છે, “
“સમય કોઈની રાહ નથી જોતો,”
“જે સમયની કદર નથી કરતા, સમય એની કદર નથી કરતો”
“આવેલો સમય ફરી પાછો નથી આવતો..“ વગેરે વગેરે..
આમાંથી કંઇક વાતો તો આપણે સાંભળી જ હશે, વાતમાં તથ્ય છે, હજુ ગઈકાલ સુધી આપણે એક વિધાર્થી હતા અને આજે એક બિઝનેસમેન છીએ, ગઈ કાલે આપણે લોકોને કામ પર જતા જોયા હતા અને આજે આપણે ખુદ કામ પર જઈએ છીએ, સમય પસાર થતા વાર નથી લાગતી માટે જ કહેવાય છે કે જિંદગી ના મિલેગી દોબારા.
આપણી જિંદગીનો આધાર આપણને મળેલા સમય પર છે.. તો પછી એનો આપણે સદુપયોગ કરીએ છીએ કે દુરુપયોગ? દાખલા તરીકે જો તમને એમ પૂછવામાં આવે કે તમે જે કંઈ પણ કામ કરો છો, નોકરી કરો છો કે જે પણ ફિલ્ડમાં છો “ શું ત્યાં તમે ખુશ છો ?!!” “શું તમને એવી જ જોબ મળી છે કે જેની તમે ઈચ્છા રાખી હતી?!!” – જો તમારો જવાબ માં “હા” માં છે તો સાચે જ તમે નસીબદાર છો અને તમે ધન્યવાદને પાત્ર છો .. તમે એ જ પ્રવૃત્તિ કરો છો જેમા તમને મજા આવે છે તો સાચે જ તમે તેમાં ખુશ પણ હશો ..
પણ જો જવાબ “ના” છે તો ?!! જો તમે એવા કોઈ ક્ષેત્રમાં છો જેમાં તમે સફળ તો છો પણ ખુશ નથી, તમેં કામ તો કરો છો પણ તમને કામ કરવાની મજા નથી આવતી, જેવું થ્રિલ અનુભવવું જોઈએ એવી ફિલ નથી તો તમારે એ સ્વીકારવું પડશે કે તમે રોંગ ટ્રેક પર દોડી રહ્યા છો, કોઈએ સાચું કહ્યું છે “ગમતા કામમાં નિષ્ફળ થવું એ અણગમતા કામમા સફળ થવા કરતા લાખ ગણું સારું છે.” બની શકે કે તમને એ કામ કરવાની તક ના મળી હોય , પોસીબલ છે કે તમને જે કામ મળ્યું એને જ તમે કોમ્પ્રોમાઈઝ સાથે આપનાવી લીધું , પણ તેથી શું !! થોડા વર્ષો પછી જયારે પાછળ વળીને જોશો ત્યારે સમજાશે કે કોઈ અવસર આપની રાહ નથી જોતો એને તો શોધવો પડે છે, તક ને ઉભી કરવી પડે છે.
સમય વીતી ગયા પછી આપની પાસે પસ્તાવા સિવાય બીજું કશું જ નથી રહેતું માટે વર્તમાન પરિસ્થિતિની સાથે સાથે તમને ગમતા કામ માટે સમય આપો, તમને જે કામમાં મજા આવે છે એવા કામમાં આગળ વધો , જિંદગી ઘણી બધી તકો લઈને આવે છે બસ એને શોધો અને જિંદગીની મજા લો.
છેલ્લે… તમારી જિંદગીના તમે હીરો છો, જો કોઈ કોઈ કાલ્પનિક જેલ તમને ખુશ થતા રોકે છે તો એ જેલમાંથી નીકળવા સુરંગ તો બનાવવી જ પડશે…
નિરવ શાહ