કોમનવેલ્થ 2018ના સાતમા દિવસે ભારત માટે ઓમ પ્રકાશ મિથરવાલે પુરુષોની 50 મીટર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. મિથરવાલનો આ બીજો મેડલ છે.
આ અગાઉ તેણે 10 મીટર સ્પર્ધામાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે કુલ 201.1ના સ્કોર સાથે બ્રોન્ઝ પર કબ્જો જમાવ્યો. આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ ઓસ્ટ્રેલિયાના ડેનિયલ રેપાચોલીએ મેળવ્યો. તેણે 227.2નો કુલ સ્કોર કરીને ગેમ રેકોર્ડ બનાવ્યો. જ્યારે સિલ્વર મેડલ બાંગ્લાદેશના શકીલ અહેમદે મેળવ્યો જેણે 220.5નો સ્કોર કર્યો.
ભારતને આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી 11 ગોલ્ડ મળ્યા છે. જ્યારે 4 સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ મળેલા છે. આ સાથે ભારતને મળેલા કુલ મેડલ્સની સંખ્યા 22 થઈ ગઈ છે