દર વર્ષે 24મી જાન્યુઆરી, 2023ના રોજ ઉજવવામાં આવતા રાષ્ટ્રીય કન્યા બાળ દિવસના અવસરે, આજે પબ્લિક રિલેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા-અમદાવાદ ચેપ્ટર દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે એક અર્થપૂર્ણ ચર્ચા અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. “બાલીકા બિંદુ” તરીકે ઓળખ આપવામાં આવેલ આ કાર્યક્રમમાં 12 પ્રખ્યાત સોશ્યલાઇટ વક્તાઓ એ શિક્ષણ, કુપોષણ આરોગ્યસંભાળ, સલામતી અને છોકરીના સમાનતાના અધિકારો પર ચર્ચા કરતા પોતાના વક્તવ્યો રજુ કર્યા હતા. 5 NGO એટલે સ્વયં સેવી સંસ્થાઓને ગર્લ ચાઈલ્ડના વિકાસના ક્ષેત્રમાં તેમના સતત યોગદાન આપવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઇવેન્ટની મુખ્ય વિશેષતા એ હતી કે PNBના CSR યોગદાનના ભાગરૂપે 5 હોશિયાર અને ગો ગેટર ગર્લ્સને ખાસ લેડીઝ સાઇકલ્સ ભેટમાં આપવામાં આવી હતી. કાર્યક્રમના ઘણા આદરણીય સમર્થકોનો પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા – અમદાવાદ ચૅપ્ટરના શ્રી વિનોદ દવે, ડૉ. શશીકાંત ભગત અને સુભોજિત સેન દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. પંજાબ નેશનલ બેંકના અમદાવાદ ઝોનના ડેપ્યુટી ઝોનલ મેનેજર (ડીજીએમ) શ્રી કૃષ્ણ કુમાર આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે લાયક છોકરીઓને સાઇકલ્સનું વિતરણ કરી તેઓના ભવિષ્યના પ્રયત્નો માટે શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમમાં સુશ્રી રુઝાન ખંભIટ્ટા, શ્રીમતી વૈશાલી પારેખ, આરજે મેઘા, શ્રીમતી સ્વીટી ગોસર, શ્રીમતી હેમાની ગમારા, શ્રીમતી ઉમા રમન, સુશ્રી સપના વ્યાસ, શ્રી મયંક છુંછા, શ્રી જયંત અરાવટિયા, એડવોકેટ યજ્ઞેશ પંડિત, ડૉ. સમીર બાબરિયા અને દક્ષેશ રાવલ (પી.ડી.મેન) જેવા કેટલાક મુખ્ય વક્તાઓ હાજર હતા. કાર્યક્રમમાં વિસામો કિડ્સ ફાઉન્ડેશન, સાથ ચેરીટેબલ ટ્રસ્ટ ,અંધ કન્યા પ્રકાશ ગૃહ, અક્ષય પાત્ર ફાઉન્ડેશનના પ્રભુ શ્રી શ્યામ ચરણ દાસ અને માનવ સેવા ટ્રસ્ટ જેવા એનજીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે 5 બાળ કન્યાઓ – કુ. ધ્યાના દવે, સુશ્રી નિધિ બારોટ, સુશ્રી કાજલ, સુશ્રી ઉલુપી અને કુ. શિવાની રાજપૂતને પ્રમાણપત્ર અને સાયકલ એનાયત કરવામાં આવી હતી.