સુરત: ‘DV8 એન્ડલેસ પોસિબિલિટીઝ-G20’ દરેકને એક પ્લેટફોર્મ પર લાવવા અને બજારના વિકાસની ચર્ચા કરવા માટે એક અનોખી પરિષદ તરીકે ઉભરી આવી છે. સમગ્ર નાણાકીય માળખાના વિકેન્દ્રીકરણને કારણે સંપત્તિનું સર્જન થયું છે જે હવે યુનિકોર્નમાં ફેરવાઈ રહ્યું છે. શનિવારે યોજાયેલી આ ઇવેન્ટમાં આઈટી, એગ્રીટેક, ફિનટેક જેવાં વિવિધ ક્ષેત્રોના 150 સ્ટાર્ટઅપ્સની ભાગીદારી જોવા મળી હતી. સહભાગીઓએ દેશમાં સ્ટાર્ટઅપના વિકાસને પ્રોત્સાહન આપવાની રીતો પર ચર્ચા કરી.
વિવિધ ક્ષેત્રોના 150 થી વધુ સ્ટાર્ટઅપ્સે ‘DV8-G20-ડિજિટલ ઇનોવેશન એલાયન્સ (DIA)’ માં ભાગ લીધો હતો અને દેશમાં નવા યુગના વ્યવસાયોને પ્રોત્સાહન આપવાની રીતો પર ચર્ચા કરી હતી. આ ઈવેન્ટનું આયોજન વેન્ચર કેપિટલ ફર્મ ધોળકિયા વેન્ચર્સ દ્વારા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeiTY)ના સહયોગથી કરવામાં આવ્યું હતું.
દ્રવ્ય ધોળકિયા, સ્થાપક, ધોળકિયા વેન્ચર્સે જણાવ્યું હતું કે, “DV8 – એન્ડલેસ પોસિબિલિટીઝ – G20 સમિટ બિઝનેસ અને પોલિસી લીડર્સ પાસેથી આંતરદૃષ્ટિ મેળવે છે, ટકાઉ બિઝનેસ, રોકાણના અભિગમો અને ડિજિટલ સેક્ટર હેલ્થકેર, ગ્રીન અને રિન્યુએબલ ક્ષેત્રનો સામનો કરી રહેલી કેટલીક મહત્ત્વની તકો અને પડકારોની રૂપરેખા આપે છે. G20 થીમ તરીકે ડિજિટલ અર્થતંત્રના વિકાસના પરિણામે ઊર્જા, શિક્ષણ તકનીક, નાણાકીય સમાવેશ અને પુરવઠા શૃંખલા વિષયોએ મહત્વ મેળવ્યું છે.”