પાકિસ્તાને હિંદુસ્તાનનો વિકાસ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મજબૂતી, બંનેથી ડર લાગે છે. તેનું કારણ એ છે કે જો ભારતમાં મજબૂત બહુમતવાળી સરકાર રહેશે તો નીતિઓમાં લચીલાપણું ના બરાબર હશે અને પાકિસ્તાનના એક્સપર્ટને તેનો જ ડર સતાવી રહ્યો છે. પાકિસ્તાનમાં અત્યારથી જ ૨૦૨૪ ની પણ ચર્ચા શરૂ થઇ ગઇ છે. પાકિસ્તાનમાં હોબાળો છે કે ૨૦૨૪ થી પહેલાં ભારત પોતાના પીઓકે પરત લેશે. ૮ ડિસેમ્બરના રોજ આવેલા ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોએ પાકિસ્તાનનો ખૌફ વધુ વધી ગયો છે.
ગુજરાતમાં BJP રેકોર્ડબ્રેક જીત પ્રાપ્ત કરી રહી હતી, તો બીજી તરફ પાકિસ્તાનમાં ખૌફ હતો. તો બીજી તરફ BJP કાર્યકાળથી વિજય ભાષણ આપી રહ્યા હતા, તો બીજી તરફ પાકિસ્તાનના હાથ પગ ફૂલી રહ્યા હતા. પાકિસ્તાનમાં પીએમ મોદીનો ખૌફ એટલો જોવા મળી રહ્યો છે કે દરેક પત્રકાર અને એક્સપર્ટ ગુજરતની જીતને મોદીની ૨૦૨૪ માં ફરીથી સત્તામાં વાપસી બતાવવા લાગ્યા છે. પાકિસ્તાની એક્સપર્ટ કમર ચીમા કહે છે કે ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોટી જીત મળી છે. તેમણે કહ્યું કે ભારતની અંદર નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પોતાના ચરમ પર છે. તે સાતમી વાર પોતાના હોમ સ્ટેટ ગુજરાતને જીતી ગયા છે.
ચીમાએ કહ્યું કે ૨૦૨૪ ની ચૂંટણી પહેલાં પીએમ મોદીની જે લોકપ્રિયતા છે, તેનું પાકિસ્તાન પર શું અસર પડી શકે છે? તેમણે કહ્યું કે ભાજપને કહેવામાં આવે છે કે આ ગરીબ અને મિડલ ક્લાસ પાર્ટી છે. સાથે જ તે ધર્મ કાર્ડ રમી રહ્યા છે. મોદીની ઇન્ટરનેશનલ ઇમેજ ખૂબ ખાસ છે. ચીમાએ કહ્યું, ‘મેં તમને પહેલાં કહ્યું હતું ફરીથી કહું છું કે ૨૦૨૪ નું જે ઇલેક્શન છે વજીર-એ-આજમ નરેન્દ્ર મોદી ઇકોનોમી પર લડશે અને પોતાની જનતાને આ બતાવશે કે ભારત દુનિયામાં ક્યાં ઉભું છે.’
પાકિસ્તાની એક્સપર્ટ આલિયા શાહે કહ્યું કે ઇન્ટરનેશનલ મીડિયામાં ગુજરાત ચૂંટણીમાં ભાજપની જીતના સમાચાર ઝડપથી વાયરલ થઇ રહી છે. એ વાત કહેવામાં આવી રહી છે કે ૨૦૦૨ માં ભાજપ અને મોદીએ જીતનો જે રેકોર્ડ કાયમ કર્યો હતો તે રેકોર્ડ તૂટતા જોવા મળી રહ્યા છે. તેનાથી ખબર પડે છે કે ભાજપના પગલાં જ્યાં જામેલા છે. ગુજરાતના પરિણામોની વાત ફક્ત એક્સપર્ટ જ નહી પરંતુ પાકિસ્તાની મીડિયા પણ કરવા લાગ્યું છે. પાકિસ્તાન સમાચાર પત્ર ડોનએ પણ ભારતની ચૂંટણીને પ્રમુખતા કવર કર્યું છે. ડોનના એક આર્ટિકલમાં લખ્યું છે કે ગુજરાતમાં મોદીનો મેજીક તેમની પાર્ટી માટે કામ કરી ગયો અને પાર્ટીએ એકતરફી જીત પ્રાપ્ત કરી લીધી.
પાકિસ્તાનના વધુ એક સમાચાર પત્ર ધ એક્સપ્રેસ ટ્રીબ્યૂનએ ગુજરાતના પરિણામો આવે તે પહેલાં હેડલાઇન લગાવી દીધી હતી કે ભાજપને ગુજરાતમાં ઐતિહાસિક મળવાની છે. સમાચાર પત્રએ લખ્યું કે ૧૯૯૫ થી લઇને અત્યાર સુધી ગુજરાતમાં દરેક ચૂંટણીમાં જીત મળી છે અને ૨૦૧૪ માં પ્રધાનમંત્રી બનતાં પહેલાં મોદી પણ ૧૩ વર્ષો સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા. પાકિસ્તાની એક્સપર્ટ આલિયા શાહ કહે છે કે રાષ્ટ્રવાદનો તેમનો એજન્ડા સફળ રહ્યો છે અને તેના ઇકોનોમીને ઉપર લઇ જવાના એજન્ડા પર પણ ખરા ઉતર્યા છે. તેમના દૌરમાં ભારત પાંચમી સૌથી મોટી ઇકોનોમી બની. આ તેમની સફળતાના ઇંડિકેટર્સ છે. હવે શું સફળતાના આ ઇંડિકેટર્સ ૨૦૨૪ માં પણ મોદીની પાર્ટીને જ જીતાડશે. આ જોવાની વાત છે.