ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા કલાકારો જિનલ બોલાણી અને ભૌમિક સંપત કે જેઓની ફિલ્મ ‘ભગવાન બચાવે’ હાલમાં જ રીલિઝ થઇ છે, તેમણે અમદાવાદના ગુરૂકુળ સ્થિત ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ડિઝાઇનિંગ (આઇએનઆઇએફડી)ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બન્ને કલાકારો સાથે ફિલ્મ ટાઇટલ ‘ભગવાન બચાવે’ના વિષય પર ઇન્સ્ટિટ્યૂટના દરેક વિદ્યાર્થીએ પોતાની ‘ભગવાન બચાવે’ મોમેન્ટ અને તેના અનુભવો શેર કર્યા હતા. ફિલ્મ ‘ભગવાન બચાવે’ ક્રેડિટ કાર્ડની વણસ્પર્શી કહાણીને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. જેથી ઇન્સ્ટિટ્યુટ ખાતે ક્રેડિટ કાર્ડના ગંભીર વિષય પર અવેરનેસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ અને કલાકારો વચ્ચે ક્રેડિટ કાર્ડની ચર્ચા ખૂબ જ રસપ્રદ રહી હતી.
ભ્રમની વિચિત્ર દુનિયામાં લઈ જશે થ્રિલર ગુજરાતી ફિલ્મ “ભ્રમ”, જાણો ક્યાં થશે રિલીઝ
ગુજરાત : કહેવાય છે કે ગુજરાતીઓને થ્રિલર ફિલ્મ નથી ગમતી, એવું વિચારતા લોકો માટે આવી રહી છે ફિલ્મ "ભ્રમ".અત્યંત વખણાયેલી...
Read more