ગુજરાતની પ્રથમ એલએસ સલૂન એકેડમીનો અમદાવાદ ખાતે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અમદાવાદીઓની હેર સ્ટાઇલિંગ સહિતની માંગને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. અમદાવાદ ખાતે બોપલ-આંબલી રોડ પર આવેલા ઇસ્કોન પ્લેટિના નજીક એક્ઝિઓમ-2 ખાતે ભવ્ય એલએસ સલૂનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યુનિસેક્સ સલૂન ખાતે હેર કટિંગથી લઇને ગ્રૂમ-બ્રાઇડલ મેકઅપ સુધીની સર્વિસિસ એક છત હેઠળ ઉપલબ્ધ છે. આ પ્રસંગે એલએસ સલૂન એકેડમીના ફાઉન્ડર લૌકિક શાહ અને શીતલ શાહ, ગુજરાતી ફિલ્મ કલાકાર ભક્તિ કુબાવત અને જય વાધવાની અને હેર સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી પ્રતિભાઓ ઉપસ્થિત રહી હતી.
હેર સ્ટાઇલિંગ ઇન્ડસ્ટ્રીમાં 16 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા અને લોરિયલ ખાતે એજ્યુકેટર રહી ચૂકેલા લૌકિક શાહના સાહસ, એલએસ સલૂન એકેડમીને સત્તાવાર રીતે લોરિયલ પ્રોફેશનલ ARTH એજ્યુકેશનની સહયોગિતામાં પ્રારંભ કરવામાં આવ્યો છે, જે પ્રોફેશનલ હેરસ્ટાઇલિસ્ટ બનવા, કેશકળા શીખવા અને લોરિયલ પ્રોફેશનલ અર્થ સર્ટિફિકેટ પ્રદાન કરતી ગુજરાતની એકમાત્ર હેર સલૂન એકેડમી છે.
પોતાના સલૂનના પ્રારંભ પ્રસંગે એલએસ સલૂન એકેડમી ફાઉન્ડર લૌકિક શાહે જણાવ્યું, “જે સ્વપ્નને હું 16 વર્ષથી જીવી રહ્યો છું, તેને સાકાર થતા જોઇને અત્યંત ખુશી અનુભવી રહ્યો છું. એલએસ સલૂન એકેડમી એ મારા વિશ્વાસની છલાંગ છે. મારા આ સલૂન સાથે હું લોરિયલ એજ્યુકેશનના સહયોગથી અમદાવાદ સલૂન માર્કેટમાં ક્રાંતિ લાવવાનું લક્ષ્ય ધરાવું છું. સલૂન એકેડમી ખાતે વિવિધ પ્રોફેશનલ કોર્સ પુરા પાડવામાં આવી રહ્યાં છે અને સલૂન એકેડમીના પ્રારંભ સાથે રાજ્યના હેર સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી યુવાઓ માટે કોર્સ કરવાની તકો ખુલી રહી છે અને તે રોજગાર માટેના માર્ગને ખોલી રહી છે.”
“દરેક વ્યક્તિના દેખાવને વધુ આકર્ષક બનાવે છે હેર સ્ટાઇલ. વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ પોતાને અન્યોથી અલગ લૂક આપવા માટે પોતાની હેર સ્ટાઇલ સહિતના મેકઓવર સાથે બદલાવ લાવતી હોય છે, જેના માટે તેઓ અનુભવી હેર સ્ટાઇલિસ્ટની શોધમાં રહેતા હોય છે, જેઓની શોધનો અંત અમદાવાદ ખાતે શરૂ થયેલી આમારી એલએસ સલૂન એકેડમીના પ્રારંભ સાથે આવી ગયો છે. એલએસ સલૂન ખાતે તમામ ગ્રાહક વર્ગ માટે વિવિધ પેકેજની ઓફર કરવામાં આવે છે.” – તેમ લૌકિક શાહે વધુમાં જણાવ્યું હતુ.
આ પ્રસંગે મેકઅપ ફિલ્ડમાં જાણીતા શીતલ શાહે જણાવ્યું, “મહિલાઓ વધુ સુંદર દેખાય તે માટે આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોનો ઉપયોગ જરૂરી છે. આ ઉત્પાદનોથી વ્યક્તિની ત્વચાને કોઇ નુક્શાન થતુ નથી અને પરિણામ સારૂ મળે છે. જેથી અમે એલએસ એકેડમીના પ્રારંભ બાદ મેકએપ એકેડમી શરૂ કરવા જઇ રહ્યાં છે, જે અંતર્ગત અમે મેકઅપ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને તાલિમ આપવા માટે જઇ રહ્યાં છે. અમે યૂટ્યુબ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી આ જરૂરી જ્ઞાનને સંબંધિત લોકો સુધી પહોંચાડીશુ. અમે ટૂંક સમયમાં જ નવા કોર્સની રજૂઆત કરવા જઇ રહ્યાં છે, જેમાં અમે નાના શહેરો કે નગરો કે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે નિઃશુલ્ક કે નજીવી ફી લઇને તેનો વ્યાપ વધારીશું.”
ડિપ્લોમા ઇન હેરડ્રેસીંગ – ARTH ડિપ્લોમા બેચમાં હેર સાયન્સ, સલૂન બિહેવિયર, ફ્લોર બિહેવિયર, હેર કટ્સ બેઝિક ટુ એડવાન્સ, હેર કલરેશન બેઝિક ટુ એડવાન્સ, તમામ હેર ટ્રીટમેન્ટ્સ, હેર હિસ્ટ્રી, તમામ ટેક્સચર સર્વિસિસ, સેલોન ગ્રૂમિંગ, તમામ ટૂલ્સ ઉપયોગ, તમામ ઓપન હેર સ્ટાઇલ, સલૂન બિઝનેસ માર્કેટિંગ ટિપ્સ, ડિજિટલ પોસ્ટ ટ્રેનિંગ, ફોટો શૂટનો સમાવેશ થાય છે. 3 મહિનાનો ડિપ્લોમા ઇન હેરડ્રેસીંગ કોર્સ પૂર્ણ કર્યા બાદ ફ્લોર એક્સપીરિયંસ માટે એક મહિનાની ઇન્ટર્નશિપ, ક્લાઈન્ટ કન્સલ્ટેશન અને ક્લાઈન્ટ કોમ્યુનિકેશન, કમ્પલીટ હેરડ્રેસીંગ કિટ્સ કોમ્પ્લિમેન્ટ્રી સહિત એલએસ સલૂન એકેડેમી સર્ટિફિકેટ અને લોરિયલ પ્રોફેશનલ ડિપ્લોમા સર્ટિફિકેટ આપવામાં આવે છે, જે 100% જોબ ગેરિંટી આપે છે. આ કોર્સ માટે હાલ બુકિંગ ચાલુ છે અને ટૂંક સમયમાં જ તેની પ્રથમ બેચ શરૂ કરવામાં આવશે.