અમદાવાદઃ નવરાત્રિ 2022 અહીં આનંદના રંગોની વર્ષા કરી રહી છે. “ચબૂતરો” ફિલ્મમાં “મોતી વેરાણા” ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે નવી કેમેસ્ટ્રી સાથે જૂની યાદોને તાજી કરે છે. આ ગીત ઓસમાણ મીર દ્વારા ગવાયેલુ અમિત ત્રિવેદીના અત્યાર સુધીના સૌથી વધુ પ્રિય નવરાત્રી ગીતોમાંનું એક છે. ચબુતરો ફિલ્મના નિર્માતાઓએ દર્શકો માટે નવી ફિલ્મમાં આ પ્રિય ગીતની ભેટ આપવાનું નક્કી કર્યું.
“મોતી વેરાણા”ની નવી આવૃત્તિમાં રૌનક કામદાર અને અંજલિ બારોટ વચ્ચેની કેમિસ્ટ્રીએ તેમના ચાહકો અને ફોલોઅર્સનું દિલ જીતી લીધું છે. તેમની સ્ક્રીન પરની હાજરી સૌથી મનમોહક બાબતોમાંની એક તરીકે ઉભરી આવી છે. આ બંને ક્યૂટ કનેક્શન અને ચંચળ વાઇબ સાથે ફ્રેશ ગો-ટુ કપલ જેવા દેખાઈ રહ્યા છે.
નવરાત્રિ સ્પેશિયલ ગીતના રિલીઝને પ્રેક્ષકો તરફથી ઘણી પ્રશંસા મળી છે અને ગીતના ગરબા વાઇબ્સે આ નવરાત્રિમાં મુખ્ય લક્ષ્યો આપ્યા છે. પહેલાથી જ પ્રિય આ ગીત એકદમ રંગબેરંગી છે અને લોકો પહેલેથી જ તેની બીટ પર ડાન્સ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે રંગ અને ડાન્સ મૂવ્સના ધડાકાઓ તેમજ શ્રેષ્ઠ કેમેસ્ટ્રીની સાથે આ તહેવારી સીઝન માટે મૂડ યોગ્ય રીતે સેટ કરવામાં આવ્યો છે.
વિડીયોના નિર્માણ વિશે વાત કરતા દિગ્દર્શક ચાણક્ય પટેલે જણાવ્યું, “હું ઇચ્છતો હતો કે ગીત વધુ વાસ્તવિક અને સંબંધિત હોય. આપણને હંમેશા ગ્લેમરાઇઝ્ડ વર્ઝન પીરસવામાં આવે છે, જ્યાં હીરો અને હીરોઇન ગરબાની ધૂન પર શાન સાથે ડાન્સ કરે છે. એક ગુજરાતી હોવા છતાં, હું ખરેખર તે ખ્યાલ સાથે ક્યારેય જોડાયેલો નથી કે દરેક ગુજરાતી માટે જરૂરી નથી કે તેઓને ગરબા રમતા આવડતા જ હોય. મારા જેવા અનેક છે અને તેથી ફિલ્મ ‘ચબૂતરો’માં સમાવિષ્ટ “મોતી વેરાણા” ગીત એ તમામ નોન-ડાન્સર્સ સાથે સંબંધિત છે. મને આશા છે કે વિડીયો જોયા પછી લોકોને ગરબા શીખવા માટે પ્રેરણા મળશે!”
તેમણે શૂટિંગના અનુભવ વિશે પણ જણાવ્યું, “શૂટિંગ પડકારજનક હતું કારણ કે હું કેમેરાનો સામનો કરતી કોરિયોગ્રાફીને અનુસરવા માંગતો ન હતો અને તેથી સર્ક્યુલેશન ફોર્મેશન રાખવાનો નિર્ણય કર્યો. ઉપરાંત, અમે બે રાત્રિના શૂટ શેડ્યૂલનું આયોજન કર્યું હતું, પરંતુ અમે અમારો પહેલો શૉટ લઈ શકીએ તે પહેલાં પ્રથમ રાત્રે ભારે વરસાદ પડ્યો. આખો સેટ ભીંજાઈ ગયો હતો, લાઈટો બંધ થઈ ગઈ હતી અને માટી કાદવમાં પરિવર્તિત થઈ ગઈ હતી. સૌ કોઇ મોતી વેરાણાના બીટ પર ડાન્સ કરવા માટે સુપર ચાર્જ હતા, પરંતુ અમારે શિફ્ટ બોલાવવી પડી હતી. બીજા દિવસની આગાહી વરસાદને દર્શાવી રહી હતી, પરંતુ અમારા સૌ કોઇના આશ્ચર્ય વચ્ચે બપોર પછી આકાશ ખુલી ગયું હતુ અને અમે એક જ રાતમાં આખું ગીત શૂટ કર્યું.