લિંક્ડઇન પર વાયરલ થયેલી એક કહાની લોકોના દિલને સ્પર્શી ગઇ. આ સ્ટોરી એક પાકિસ્તાની વિદ્યાર્થીની છે, જે ફેશન ડિઝાઇનમાં પોતાનું કેરિયર બનાવવા માંગતી હતી. લાહોરના યોહાનાબાદની રહેવાસી મીરાબ નામની છોકરી એક મધ્યમવર્ગીય પરિવાર સાથે નાતો ધરાવે છે. જોકે, હજુ પણ ફેશન ડિઝાઇનીંગમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે અભ્યાસ કરી રહી છે. મીરાબે પહેલાંથી જ પોતાના પરિવારની જવાબદારી ઉપાડી લીધી છે. દિવસે મીરાબ કોલેજ જાય છે અને રાત્રે તે કેએફસી ડિલીવરી પર્સનના રૂપમાં કામ કરે છે. તેની કહાની એક મહિલા લિંક્ડઇન સભ્ય દ્વારા શેર કરવામાં આવી છે, જે મીરાબને તેના એક કેએફસી ટેકઅવે ઓર્ડરને રિસીવ કરતાં મળી હતી.
ઓર્ડર આપનાર છોકરી ફોન પર એક મહિલાનો અવાજ સાંભળ્યા બાદ ઉત્સાહિત થઇ ગઇ કારણ કે તેના વિશે વધુ જાણવાની ઇચ્છા હતી.
છોકરી અને તેના મિત્રોએ મીરાબની કહાની જાણવા માટે થોડી વાર માટે વાત કરવાનો ર્નિણય કર્યો. કથિત રીતે તેના શિક્ષણને એક સંગઠન દ્રારા નાણાકીય મદદ પુરી પાડવામાં આવે છે, પરંતુ તેને હજુ સુધી પોતાના કાર્ય માટે અને પોતાની માતાને મેડિકલ ખર્ચનો સપોર્ટ કરવામ આટે પૈસાની જરૂર હોય છે. મીરાબને બાઇક રાઇડિંગ પસંદ છે, પરંતુ તેણે આ શોખને પોતાના સપનાને પુરા કરવા માટે ઉપયોગ કરે છે. યુવા વિદ્યાર્થીનો ટાર્ગેટ કેએફસી સાથે પોતાનો પક્ષ ત્યાં સુધી ચાલુ રાખવાનો છે જ્યાં સુધી તે પોતાનો સ્નાતકનો અભ્યાસ પુરો કરી ન લે. ત્યારબાદ મીરાબે પોતાની ફેશન બ્રાંડ લોન્ચ કરવાની યોજના બનાવી છે. લિંક્ડઇન પર પોતાની કહાની શેર કરતાં કહ્યું ‘અમે મીરાબ સાથે લાહોરના યોહાનાબાદમાં મળ્યા, તે ફેશન ડિઝાઇનિંગમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી રહી છે અને પોતાની ફીને કવર કરવા માટે કેએફસી રાઇડરના રૂપમાં પોતાની નાઇટ ડ્યૂટી કરે છે. જ્યાં સુધી તે સ્નાતક ન થઇ જાય, ત્યાં સુધી તે આગામી ૩ વર્ષો માટે એક રાઇડર બની રહેવાનો ઇરાદો છે, જેને તે પોતાની ફેશન બ્રાંડ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. લિંક્ડિન યૂઝર્સ મીરાબની કહાની સાથે પ્રેરિત થઇ અને જોરદાર પ્રશંસા કરી.