શુક્રવારે બોક્સ ઑફિસ પર જાણે મોટો હંગામો. કારણ કે લાંબા સમય બાદ બોક્સ ઑફિસ પર એક સાથે ૧૭ ફિલ્મો રિલીઝ થવાની છે.
નવ ભાષાઓમાં તૈયાર થયેલી આ ફિલ્મોમાં રણબીર કપૂર, નાગા ચૈતન્યા અને મલ્લિકા શેરાવતની ફિલ્મો પણ સામેલ છે.
શમશેરા પર રણબીર કપૂરની શમશેરાની ટક્કર રજત કપૂર અને મલ્લિકા શેરાવતની આરકેય/આરકેવાય સાથે થવાની છે. એક તરફ મલ્લિકા લાંબા સમય બાદ પડદા પર દેખાશે. તો શમશેરા પર યશરાજ અને રણબીર કપૂર બંનેનું ભવિષ્ય દાવ પર લાગેલું છે.
તેલુગુ સિનેમામાં થશે ધમાકો- આ શુક્રવારે તેલુગૂ સિનેમાની છ ફિલ્મો રિલીઝ થઇ. જેમાં ગુરગુંડા સીતા કલામ, માઈ નેમ ઈઝ શ્રુતિ, થેંક્યુ, કાર્તિકેય ૨, બોમ્મા અને મુખચિત્રમનો સમાવેશ થાય છે. આ બધામાંથી સૌને નાગા ચૈતન્ય સ્ટારર થેંક્યૂથી સૌથી વધારે આશા છે. ગુજરાતમાં ધમાલ- આ શુક્રવારે કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ રાડો રિલીઝ થઇ છે. જેમાં યશ સોની મુખ્ય ભૂમિકામાં છે. સાથે નીલમ પંચાલ, હિતેન કુમાર જેવા કલાકારો જોવા મળશે,
‘મલયંકુંજૂ’ કરશે કમાલ? – મલયાલમ ભાષામાં રિલીઝ થઇ આ ફિલ્મ સાજિમાન પ્રભાકરે ડાયરેક્ટ કરેલી ફિલ્મ છે. જેમાં ફહદ ફાસિલ અને રાજિશા વિજયન મુખ્ય ભૂમિકામાં છે. મરાઠી ફિલ્મનો જલવો- મરાઠી અવૉર્ડ વિનિંગ પ્લેટ અન્નયા પર આધારિત ફિલ્મ આ શુક્રવારે મોટા પડદા પર આવવાની છે. કન્નડ ભાષામાં આવશે બે ફિલ્મો- આ શુક્રવારે કન્નડ ભાષામાં બે ફિલ્મો રિલીઝ થઇ .
જેમાંથી તોતાપુરી એક રોમાન્ટિક કોમેડી છે.આ ફિલ્મને ટક્કર રામનારાયણની અબ્બારા આપશે. બંગાળીમાં આવશે સહોબાશે- અંજન કાંજીલાલની ફિલ્મ સહોબાશે પણ આ અઠવાડિયે આવશે. જેમાં દેબોલીના દત્તા, ઈશા સાહ અને બ્રત્ય બસુ મુખ્ય ભૂમિકામાં નજર આવશે.